માલગાડી મારફતે મારૂતીની ડિલીવરી થતાં 50 હજાર ટ્રક ટ્રીપ અને 3.5 કરોડ લિટર ઈંધણની બચત થશે
અમદાવાદ,માં 1,06,000 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન
રેલ્વે સાઈડિંગ દર વર્ષે 300,000 કાર મોકલી શકે છે, વર્તમાન પાર્કિંગ ક્ષમતા 800 કારની છે જેને વધારીને 3,000 કાર સુધી લઈ શકાય છે. ફેબ્રુઆરી સુધી મારુતિ સુઝુકીએ રેલ્વે દ્વારા અંદાજે 1.8 મિલિયન કાર મોકલી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમ થી 1,06,000 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓ શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કરી હતી, જેમાં ભારતીય રેલવેના 85,000 કરોડથી વધુ મૂલ્યના લગભગ 6000 પરિયોજના ઓ સમાવેશ થાય છે અને તેમણે 10 નવી વંદેભારત ટ્રેનો ના સાથે સાથે ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોના વિસ્તાર, નવા/મલ્ટી ટ્રેકિંગ સેક્શનમાં નવી ટ્રેનો અને માલગાડીયોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી.
પ્રોજેક્ટ હેઠળ, મારુતિ તૈયાર કારને મોકલવા માટે રેલ્વેનો ઉપયોગ વાર્ષિક 26% થી વધારીને 40% કરશે, 50,000 ટ્રક ટ્રીપ, 35 મિલિયન લિટર ઇંધણની બચત કરશે અને દર વર્ષે 1,650 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પગલું કંપનીના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં અને ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપશે.
રેલ્વે સાઈડિંગ દર વર્ષે 300,000 કાર મોકલી શકે છે, વર્તમાન પાર્કિંગ ક્ષમતા 800 કારની છે જેને વધારીને 3,000 કાર સુધી લઈ શકાય છે. ફેબ્રુઆરી સુધી મારુતિ સુઝુકીએ રેલ્વે દ્વારા અંદાજે 1.8 મિલિયન કાર મોકલી છે.
આ અવસર પર દેશભરમાં 700 થી વધુ સ્થળો વીડિયો લિંક માધ્યમ દ્વારા જોડાયેલા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ સ્ટેશનથી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, તેમજ અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના વિસ્તાર નો પણ સમાવેશ હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદ માં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર માં 1,06,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પરિયોજનાઓ ને માનનીય રાજ્યપાલ ગુજરાત શ્રી આચાર્ય દેવવ્રત, માનનીય મુખ્યમંત્રી ગુજરાત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય રેલ, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય સાંસદ નવસારી શ્રી સી આર પાટીલની ગરિમામઈ હાજરીમાં રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી.
આ દરમિયાન માનનીય વડા પ્રધાન દ્વારા અમદાવાદ મંડળના વિવિધ રેલ પરિયોજનાઓ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ નું શુભારંભ, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બેચરાજી, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સુરબરી, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ વિરોચન નગર, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ વધારવા, એક સ્ટેશન એક ઉત્પાદ સ્ટોલ અને ગુડ્સ શેડ અસારવા, ગુડ્સ શેડ રાધનપુર, ગુડ્ઝ શેડ નરોડા,પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર મહેસાણા,
એક સ્ટેશન એક ઉત્પાદ સ્ટોલ હિંમતનગર, એક જોડી સ્ટેશન એક ઉત્પાદ સ્ટોલ અમદાવાદ, એક સ્ટેશન એક ઉત્પાદ સ્ટોલ ગાંધીધામ અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું નવું પાલનપુર સ્ટેશન, ન્યુ સાનંદ સ્ટેશન, ન્યુ ચરોતર સ્ટેશન, ન્યુ ઉમરદાસી સ્ટેશન, ન્યુ મેહસાણા (ભાંડુ) સ્ટેશન, ન્યુ ઘુમાસન સ્ટેશન અને ઓપરેશન કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન સામેલ છે.
આ પ્રસંગે અમદાવાદ મંડળ દ્વારા વિવિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં સ્થાનીય માનનીય સાંસદ, માનનીય વિધાયક, પદ્મ ભૂષણ, પદ્મશ્રી, સ્થાનીય જનપ્રતિનિધિઓ, યાત્રી સંઘો ના સભ્યો, એનજીઓ વગેરે શામિલ હતા. આ ઐતિહાસિક ઘટનાના જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.