હોસ્પિટલ બનાવવા માટે 1 કલાકમાં 500 કરોડનું દાન એકત્રિત થયું: માત્ર સુરતની ધરતી પર જ શક્ય
સુરત, સુરતમાં હોસ્પિટલ બનાવવા માટે માત્ર એક કલાકમાં ૫૦૦ કરોડનું દાન એકત્રિત થઈ ગયું, આ અંગે રાજ્યના ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવું માત્ર સુરતની ધરતી પર જ શક્ય બની શકે.
તેમણે જણાવ્યું કે, સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં હોસ્પિટલ બનાવવાનું વિચારીએ તો લોકો સરકારને કહે કે, તમે એક કામ કરો આ વ્યવસ્થા છોડો અમને આપો. તમે અમને માત્ર સહયોગ કરો ૫૦૦ કરોડ એક કલાકની અંદર હોસ્પિટલ માટે ભેગા થાય તો એ સુરતની ધરતી પર જ થઈ શકે. જ્યાં દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બને.
અને એ સેન્ટરની સૌથી વિશેષતા શું છે ? તેમાં એક બિલ્ડર નથી. એક ઓનર નથી, એક સાથે તમામ વેપારીઓ ભેગા થાય. નક્કી કરે, પ્લાનિંગ કરે અને ત્યારબાદ બિલ્ડિંગ બને. તે બિલ્ડિંગ દુનિયાનું વિશિષ્ટ બિલ્ડિંગ તરીકે બને. વડાપ્રધાન દ્વારા તેનું લોકાર્પણ કરાય. તેના પછી દુનિયાભરના લોકો સુરત ડાયમંડ બુર્સ જોવા માટે આવશે.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન અને સુરત જ્વેલ ટેક ફાઉન્ડેશન દ્વારા સરસાણા કન્વેશન હોલ ખાતે ૧૬થી ૧૮ ડિસેમ્બર સુધી જ્વેલરી એÂક્ઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વાત રાજ્યના ગૃહ અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ કહી હતી. આ બીટુબી એક્ઝિબીશન છે, જેમાં ૨૫૦થી વધારે જ્વેલર્સાેએ જ્વેલરી પ્રદર્શનમાં મૂકી છે.
૧૦ હજારથી વધારે મળી બાયર્સાે મુલાકાત લેશે. ભારતના અલગ અલગ ૪૫ શહેરમાંથી ખરીદકારો આ એક્ઝિબિશનની મુલાકાત લેશે. તેમણે ઉમેર્યું કે, સરકાર તમને કંઈ રીતે સહયોગી થઈ શકે તેનો પ્લાન બનાવીને ઝડપથી લાવો, પાંચ વર્ષ એમઓયુ કરાવી આવનારા સમયમાં સપોર્ટ આપીશું.