સુરતમાં એટીએમમાં ૧૦૦ને બદલે ૫૦૦ રુપિયાની નોટ નીકળી
સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
આ ખામીને કારણે ૨૦ લોકોએ ૬૦ હજાર જેટલા વધારાના રૂપિયા ઉપાડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ અંગેની જાણ થતા બેંકના અધિકારીઓએ થોડા સમય માટે એટીએમ બંધ કરવામાં આવ્યુ હતુ. આ ટેક્નિકલ ખામીને સુધારીને ફરીથી એટીએમ શરૂ કરવામાં આવ્યુ હતુ. બેંક દ્વારા ૨૦ લોકોનો સંપર્ક કરીને પૂછ્વામાં આવ્યુ ત્યારે એમાથી ૧૨ લોકોએ કહ્યુ કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે.
જ્યારે આઠ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. જાેકે, જે લોકોએ આ ટેક્નિકલ ખામીમાં રૂપિયા ઉપાડ્યા છે તે તમામ સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. જે લોકોએ રુપિયા પરત નથી કર્યા તેમને પહેલા સમજાવવામાં આવશે.
જાે રુપિયા પરત નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, એટીએમમાં ૧૦૦, ૫૦૦, ૨૦૦૦ની નોટો મુકવા માટે અલગ અલગ ખાના હોય છે. રૂપિયા એટીએમમાં ભરતી ?વખતે ભૂલથી ૧૦૦ની નોટના ખાનાની જગ્યાએ ૫૦૦ની નોટનું અને ૫૦૦ની નોટના ખાનાની જગ્યાએ ૧૦૦નું મુકાતા ખામી સર્જાઈ હતી.SS1MS