એક મહિના સુધી રોજ એક જ ડોલ પાણીનો ઉપયોગ કરવાનો 2500 યુવાને સંકલ્પ લીધો
સિંધુભવન હોલ ખાતે પર્ફેકીટીગ યુથ સેશને જૈન સમાજની યુવા શિબીરનું આયોજન કર્યું
(એજન્સી)અમદાવાદ, રવીવારે સવારે ૧૦ વાગે સિંધુભવન હોલ ખાતે જૈન સમાજની યુવા શીબીર યોજાઈ હતી. આ શીબીરમાં રપ૦૦ થી વધુ યુવાની સાથે જૈનાચાર્ય વિજયઉદય વલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્ફેકીટીગ યુથ સ્ટેશનના નામથી ગુરભગવત દ્વારા ૧૮૦માં સેશન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં જૈનાચાર્ય વિજય ઉદય વલ્લભસુરીશ્વરજી મ.સા.દ્વારા હાજર રપ૦૦થી વધુ યુવાનોને પાણી બચાવવા માટે અને અન્નનો બગાડ અટકાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. મહારાજ સાહેબના જણાવ્યા અનુસાર જૈનાચાર્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાનમાં આપણે જે કોઈ કુદરતી સંપત્તિના વાપરીએ છીએ તે આપણા પુર્વજો પાસેથી વારસામાં મળી છે એમ સમજીને નહી પરંતુ આપણી આવનારી પેઢી પાસેથી ઉછીની લીધી છે.
અને એમને સહી સલામત પરત કરવાની છે. એમ સમજીને વાપરવી જોઈએ તો જ વેડફાટ કાબુમાં આવશે. આ તમામ વસ્તુઓનો મર્યાદામાં ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે હાજર તમામ યુવાઓને ૧ મહીના સુધી ૧ જ ડોલ પાણીનો ઉપયો કરવા અને આપણા ભોજનમાં એક પણ કણનો બગાડ ન કરવો જોઈએના સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
૧ર મે ના રોજ ૧૮૧મું યુવા શીબીરનું આયોજન શિવાનંદ આશ્રમમાં ખાતે કરવામાં આવશે. પેફેકટીગ યુથ સેશન દ્વારા અંતિમ ૧પ વર્ષમાં વિવિધ જગ્યાએ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શીબીરમાં મહારાજ સાહેબ દ્વારા જીવનના મુલ્યયો અને સિદ્ધાંતો પર યુવા વર્ગને શીબીર આપવામાં આવે છે. આગામી શિવાનંદ આશ્રમ યુવા શીબીરમાં મ.સા.આઈપીએલ ક્રિકેટ પર પ્રવચન આપશે.