Western Times News

Gujarati News

ગાંધીનગરમાં નવી ગટરલાઈનની કામગીરીમાં પ૦૦૦ વૃક્ષો નહી કપાય

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગાંધીનગર ઉત્તર વિધાનસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ‘હરિયાળી લોકસભા, ગાંધીનગર લોકસભા’ ને યથાર્થ બનાવવા

હંમેશાથી સંવેદનશીલ અને સક્રિય રહ્યા છે. અમિતભાઈ શાહ સ્વયં પણ અનેક વૃક્ષારોપણના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા છે અને વૃક્ષારોપણ અભિયાનની સાથે સાથે નિયમિત રીતે વૃક્ષોનું જતન થાય, યોગ્ય ઉછેર થાય તે સુનિશ્ચિત કરવા અંગે પણ તેઓ તેમના સંબોધનમાં વારંવાર ભાર આપતા રહ્યા છે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનું સૌથી વધુ હરિયાળું ક્ષેત્ર બનાવવાના તેઓના સ્વપ્રને સાકાર કરવા સૌ ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાનો તેમજ હરિયાળા પાટાનગરના પ્રકૃતિપ્રેમી નાગરિકો કટિબદ્ધ છે.

સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ ગાંધીનગર શહેર વિસ્તારમાં નવીન ગટરલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના મુખ્યમાર્ગો પર ગટરલાઈનની કામગીરી અંગે પાટનગર યોજના વિભાગ દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈનમાં પ૦૦૦ જેટલા વૃક્ષ કાપવા પડે તેવી સ્થિતિ હતી

ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલે ગાધીનગર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી તેમજ સંબંધિત વિભાગ સાથે પરામર્શ કરી ડિઝાઈનમાં ફેરફાર કરી એક પણ વૃક્ષ કપાયા વગર ગટરલાઈનની કામગીરી થાય તે માટે કવાયત કરી હતી જેમાં સફળતા મળી છે. જૂની ડિઝાઈન મુજબ જે પ હજાર વૃક્ષ કપાવવાની સ્થિતિમાં હતા હવે તેમાંથી એક પણ વૃક્ષ કપાશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.