Western Times News

Gujarati News

પાલનપુરમાં બનાસ બેન્કના ભંડોળમાં ૫૧ કરોડનો વધારો

પાલનપુરમાં બનાસ બેન્કની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાની સહકારી સંસ્થા બનાસ બેંકની ૬૪મી વાર્ષિક સાધારણ સભા પાલનપુર વિદ્યામંદિરના કાનુભાઈ મહેતા હોલમાં બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીએ ઉપસ્થિત સભાસદોને આવકારી સ્વાગત કર્યું હતું. તેમણે અહેવાલના વર્ષની બેંકની નાણાંકીય પરિણામોની વિગતો આપતા જણાવ્યું હતું કે બેંકના નાણાંકીય પરિણામો સહુના સહકારથી ઉત્કૃષ્ટ પ્રાપ્ત થયા છે. ગત વર્ષની ડિપોઝીટમાં ૧૮૮ કરોડનો વધારો થિ ૨૭૮૦ કરોડ થઇ છે.

બેંકના ભંડોળોમાં ૫૧ કરોડનો વધારો થયો છે. અને ૪૨૬ થયા છે. ચોખો નફો ૧૫ કરોડ થયો છે. બેંકનો ધંધો સહુ પ્રથમ વખત ૫૦૦૦ કરોડથી વધુ થયો છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સવસીભાઈના નેતૃત્વમાં બેંકનું નિયામક મંડળ સાથે મળીને કામ કરી રહ્યું છે. ખેડૂતોની સેવા કરવાના કામમાં બનાસ ડેરી બેંકે સાથ સહકાર આપશે તેમ જણાવ્યું હતું. તેમણએ કેન્દ્રમાં સહકાર મંત્રાલય સહકારના વિકાસમાં ઘણા બધા નવા કાર્યાે કરવા જઇ રહ્યા છે

તેમાં મંડળી લેવલે સક્ષમ બનવા ઘણી મંડળીઓને ઓનલાઈન થવા ઝડપથી ટેકનોલોજી અપનાવવા ટ્રેઈન થવું પડશે. સમય સાથે બદલાવું પડશે. અન્યથા આવેલ તક જતી રહેશે. મંડળીઓને સ્વાતંત્ર્યતા મળશે.

કો.ઓપ.બેંક ઓફ ઈન્ડિયા, ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક અને અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે સહકારી ક્ષેત્રને નવી ઉંચાઈએ લઇ જવાની નેમ લીધી છે.
બેંકના મેનેજીંગ ડિરેક્ટર એજન્ડા મુજબની કામગીરી કરી હતી. જેને સભાએ સર્વાનુમતે મંજુરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.