માંડલ તાલુકાના આ ગામે ખેતરમાં ઓરડી બનાવી વેચાણ માટે રાખેલો પ૧ કિલો ગાંજાે પકડાયો

(એજન્સી)અમદાવાદ, માંડલ તાલુકાના કરશનપુરા ગામેથી ગ્રામ્ય એસઓજીની ટીમે ગાંજાનો મોટો જથ્થો પકડી પાડયો છે. કરશનપુરા ગામેખેતરની ઓરડીમાં ગાંજાે રાખી વેચાણ કરતા શખ્સને પકડીતેની પાસેથી પ૧ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે. એસઓજીએ રૂા.પ.૧૧ લાખના ગાંજાના જથ્થા સાથે કુલ રૂા.પ.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે આ કેસમાં ૩ આરોપીઓઅને વોન્ટેડ જાહેર કરી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જીલ્લા પોલીસ વડા અમીત વસાવાની સુચનાના પગલે એસઓજીના પીઆઈ એન.એચ. સવસેટાએ કામગીરી આદરી હતી. એસઓજીની ટીમને આ માટે કામે લગાડવામાં આવી હતી. દરમ્યાાન ટીમને બાતમી મળી હતી. કે લક્ષ્મણસંગ સોલંકી રહે. માંડલ મોટા જથ્થામાં ગાંજાે લાવી કરશનપુરા ગામની સીમમાં વલાવડી કાળી તરીકે ઓળખાતા પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં રાખી વેચાણ કરે છે.
આથી એસઓજીની ટીમ દ્વારા દરોડાનું આયોજન કર્યું હતું. દરોડા દરમ્યાન ટીમે લક્ષ્મણસંગ સોલંકીને પકડી પાડયો હતો. અને તેના ખેતરની ઓરડીમાં તપાસ કરતા ત્યાંથી ગાંજાના પ૧ કિ.ગ્રા.ની જથ્થો કિ.ગ્રા. પ.૧૧ લાખ મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.
પોલીસે આરોપીને પકડીતેની તલાશી લેતા રોકડા રૂા.૬ હજાર મોબાઈલ ફોન સહીતનો કુલ રૂા.પ.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપી સામે એસઓજી ને માંડલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડયો હતો. જયારે ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. વોન્ટેડ આરોપીઓમાં કિરણ સોલંકી રહે. માંડલ શંકર રહે. સુરત અને શંકરના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીને પકડી ગાંજાનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો. અને કોને કોને વેચાણ કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે.