વડોદરાના નવલખી મેદાનમાં ૫૧મા ફ્લાવર શોનો આજથી પ્રારંભ
(માહિતી) વડોદરા, બરોડા એગ્રી-હોર્ટીકલ્ચરલ કમિટી અને રાજ્યના બાગાયત ખાતા દ્વારા ૫૧ મુ રાજ્ય કક્ષાનું ફળ-ફૂલ, શાકભાજી તેમજ બોન્સાઈ પ્રદર્શન, હરિફાઈનું આયોજન નવલખી મેદાનમાં કરવામાં આવ્યું છે.
આ ફ્લાવર શોનો આરંભ તા. ૨૪ ફેબ્રુઆરીથી થશે અને તા. ૨૬ ફેબ્રુઆરી સુધી શહેરીજનો નિહાળી શકશે. આ ફલાવર શોનું ઉદ્ઘાટન તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાખવામાં આવ્યું છે.
બરોડા એગ્રી-હોર્ટીકલ્ચરલ કમિટી છેલ્લા ૫૦ વર્ષથી વડોદરા શહેરની સંસ્કારી અને બાગાયત પ્રેમી પ્રજાને ગાર્ડન બાગાયતી ફૂલોના છોડની માહિતી, સીઝનલ ફલાવર અંગેની માહિતી તેમજ બોન્સાઈ અને બાગને લગતી જાળવણી, ખાતરોનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, જૈવિક દવાઓનો ઉપયોગ વગેરેની માહિતી આપવા માટે કમિટિ દર વર્ષે આવા ફ્લાવર શોનું આયોજન કરે છે.