ટ્રાફિક નિયમનો ભંગ બદલ ૬.૭૮ લાખ વાહન ચાલકોને ૫૨.૦૬ કરોડના ઈ-મેમો ઈશ્યુ કરાયા
અમદાવાદ, અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બન્યા બેદરકાર બન્યા હોવાનુ સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદીઓએ એક વર્ષમા ૭.૨૪ કરોડનો દંડ ભર્યો છે. અમદાવાદમા છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમનો ભંગ બદલ ૬.૭૮ લાખ વાહનચાલકોને રૂ.૫૨.૦૬ કરોડના ઈ-મેમો ઈશ્યુ કરાયા હતા.
પરંતુ માત્ર ૯૯ હજાર વાહનચાલકોએ રૂ.૬.૯૮ કરોડનો દંડ ભર્યો છે. જ્યારે ૫.૯૭ લાખ વાહનચાલકોએ રૂ.૪૫.૦૮ કરોડનો દંડ ભરવાનો બાકી છે.
અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે. જાેકે વાહનચાલકો ઈ-મેમો ભરતા ન હોવાનું સામે આવ્યું છે. ઈ-મેમો ઈશ્યુ થયા પછી ૬૦ થી ૯૦ દિવસ સુધીમાં જાે ઈ-મેમો ન ભરાય તો વર્ચ્યુઅલ કોર્ટમાં તે મેટર જાય છે.
ત્યાર બાદ કોર્ટ તરફથી જે આદેશ કરવામાં આવે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. આ દંડને લઈને ટ્રાફિક પોલીસ સૌથી વધુ દંડ ટુ વ્હીલર ચાલકો પાસેથી ૪.૫૬ કરોડની ઉઘરાણી કરી તો હેવી વાહનો પાસેથી ૯૮ લાખ, ફોર વ્હીલર ચાલક પાસેથી ૭૮ લાખ અને થ્રી વ્હીલર ચાલકોએ ૯૨ લાખ દંડ ચૂકવ્યો છે.
અમદાવાદ શહેરમાં ૨૧૨ જંકશનો પર ૨૫૫૭ કેમેરા લગાવેલા છે. જેમાં સ્માર્ટ સિટીના ૧૩૦ જંક્શન પર ૨ ૩૦૩ કેમેરા લગાવેલા છે. જ્યારે સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્રારા ૮૨ જંક્શનો પર ૨૫૪ કેમેરા લગાવવામાં આવ્યા છે.
પરંતુ છેલ્લા બે વર્ષથી આ ૮૨ જંક્શનોનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ જંક્શન પર લગાવેલા કેમેરા છેલ્લા બે વર્ષથી બંધ છે. તો બીજી બાજુ ૧૩૦ જંક્શન પૈકી માત્ર ૪૫ જંક્શનો પર જ લગાવેલા ૭૨૦ કેમેરા ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ બે કેટેગરીમાં સજાની જાેગવાઈ છે.
ઈ-મેમોની રકમ લોકો ન ભરે તો ટ્રાફિક વિભાગ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોટર વ્હિકલ એકટની કલમ ૨૦૮ મુજબ કેસ દાખલ કરે. એ પછી ૬ મહિનામાં સમન્સ કાઢવાનો હોય છે. જાે કોઇ વ્યક્તિ દંડ ન ભરે તો ટ્રાફિકના ગુનામાં ૬ મહિના કે ૧ વર્ષની સજા પણ થાય.
જેથી હવે લોક અદાલત દ્રારા ટ્રાફિકના નિયમનનુ પાલન નહિ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવામા આવી છે.
એક વર્ષમા ૭.૨૪ કરોડનો દંડ ચૂકવીને અમદાવાદીઓએ ટ્રાફિકના નિયમનને લઈને પોતાની બેદરકારી સ્પષ્ટ કરી છે. ટ્રાફિકના ૩૩ જેટલા નિયમોને લઈને દંડ વસુલ કરવામા આવે છે.
હજુ પણ ઈ મેમોના કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવાના બાકી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે. SS3SS