52 બાળકોનો ભોગ લીધો ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં
ગાંધીનગર, ગુજરાતમાં મોતનો વાયરસ બનેલો ચાંદીપુરા વાયરસ હવે ભયાનક રૂપ લઈ રહ્યું છે. દિવસેને દિવસે ચાંદીપુરાથી મોતનો આંકડો વધી રહયો છે. તો તેના કેસના આંકડા પણ વધી રહ્યાં છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસનો આંકડો ૧૩૦ પર પહોંચી ગયો છે.
તો ચાંદીપુરાના ૪૫ કેસ પોઝિટિવ બતાવે છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૫૨ દર્દીઓનો ભોગ લઈ ચૂક્યો છે આ મોતનો વાયરસ. ગુજરાતમાં હાલ પૂણેની ટીમ વિવિધ વિસ્તારોમાં સેમ્પલ લેવા મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે આ વાયરસનો કહેર ક્યારે અટકશે તે જોવુ રહ્યું.
ગુજરાતમા ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને બાળકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જોકે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જેના ભાગરૂપે પૂનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી
અને પાલનપુરના વોર્ડ નંબર ૨ ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું, તે વિભાગમાં સર્વે કર્યો હતો. બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા. પૂણેની આ ટીમ ડીસા સુઈગામ દાતા વિસ્તારમાં પણ સર્વે કર્યો હતો અને વિગતો મેળવી અને તેના સેમ્પલ લેવાય છે.
ચાંદીપુરા વાયરસને કઈ રીતે કાબુમાં લઈ શકાય તેવા પ્રયત્નો પણ કરશે, જુલાઈ માસની શરૂઆતથી ચાંદીપુરા અને એન્ટી વાયરસના કેસ મળ્યા છે. કેન્દ્ર સરકાર અને પૂણેની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જોકે આ ટીમ જે દર્દી છે, દાખલ થયેલા દર્દી છે અને મૃત્યુ થયું હોય તેવા કેસની પણ આ ટીમ તપાસ કરી રહી છે. જોકે ૧૪ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોમાં રોગ ઘાતક જોવા મળે છે.
જેમાં બાળકો પીડિત થયા છે અથવા મૃત્યુ પામે છે તે ઘરના નમુના લીધા છે અને જો કોઈ પશુપાલન સાથે સંકળાયેલું હોય તે પશુના પણ લોહીના નમુના લેવામાં આવ્યા છે ત્યારે પુનાની આ ટીમ આરોગ્ય વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર સાથે પણ ચર્ચા કરી અને સૂચનાઓ આપશે.
પુનાથી આવેલ ટીમ દ્વારા મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને તપાસ કરવામાં આવી હતી. જિલ્લામાં બે ગામોમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા ત્યાં સેમ્પલિંગ કરવામાં આવ્યા. ૪૩ માણસોના સેમ્પલ લેવાયા, તો ૪૧ પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. ૧૫૦ થી વધુ સેન્ડ ફ્લાઇ માંખી આરોગ્ય વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી. સેમ્પલિંગ માટે લેવામાં આવેલ નમુના ગાંધીનગર પરીક્ષણ માટે મોકલાશે.
વડોદરામાં વરસાદના વિÎન વચ્ચે ચાંદીપુરાનો કહેર યથાવત છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યુ હતુ. રાજપીપળાનું ચાર વર્ષીય બાળક ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું. ત્યારે ગત રોજ સારવાર દરમિયાન હોસ્પિટલમાં બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.
બાળકનો ચાંદીપુરા વાયરસનો ટેસ્ટ રિપોર્ટ હજી આવવાનો બાકી છે. જીજીય્ માં પણ શંકાસ્પદ ચાંદીપુરાના બે બાળ દર્દીઓ દાખલ છે. જીજીય્ માં હાલ કુલ ૧૪ બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યાં છે. ૧૪ પૈકી સાત બાળકો ૈંઝ્રેં માં અને સાત બાળકો વોર્ડમાં દાખલ છે.