સરકારી નોકરી માટેની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૪૩૦૦થી વધારી ૫૨૦૦ જગ્યા કરાઈ
ગાંધીનગર, સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૪૩૦૦ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.
જે જગ્યાઓ ૪૩૦૦થી વધારીને ૫૨૦૦ કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત ૧૭ કેડર માટે ૪૩૦૦ જગ્યાઓ માટે જાહેરાત કરી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ની જગ્યામાં વધારો કરાયો છે. મંડળ દ્વારા તા. ૦૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ ૫૩૨ જગ્યાઓ પૈકી કૂમાંક-૮ સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરીની કુલ ૧ જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.
વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણાપત્રકોને ધ્યાને લઈ મંડળની તા. ૦૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી જુનીયર ક્લાર્ક સંવર્ગની ૨૦૧૮ જગ્યાઓની સંખ્યામાં ૮૯૮ જગ્યાઓનું ઉમેરો કરીને જુનીયર ક્લાર્ક સંવર્ગની કુલ ૨૯૧૬ જગ્યા પર ભરતી કરાશે. SS3SS