Vapi : Jay Chemicals કંપનીમાં 52 મા રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) વાપી, તારીખ ૦૪/૦૩/૨૦૨૩ થી ૧૦/૦૩/૨૦૨૩. ૫૨ મા નેશનલ સેફટી વિક ( અઠવાડિયા ) ની ઉજવણી આખા દેશમાં કરવામાં આવે છે એ ઉત્સવની ઉજવણી જય કેમિકલ્સમાં પણ કરવામાં આવી હતી જેમાં તારીખ ૦૪/૦૩/૨૦૨૩ થી ૧૦/૦૩/૨૦૨૩ ,સાત દિવસ સુધી અલગ અલગ પ્રવ્રુતિઓ રાખવામાં આવી છે, જેથી કંપનીના કામદારોમાં જાગૃતતા આવે, અને વધારે સાવધાનીથી કામ કરે. તારીખ ૦૪/૦૩/૨૦૨૩ ના રોજ ઉત્સવના આરંભમાં મુખ્ય મહેમાન તરીકે વી આઈ એ ના પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા ફાયર ઓફિસર ચાવડા સાહેબ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચાવડા સાહેબે સેફટીથી કામ કરવા માટે થોડા ઉદાહરણ આપીને વાત કરી હતી તથા કમલેશભાઈએ કહ્યું હતું કે કંપનીમાં કામ કરતી વખતે કેટલાક સેફટીના સાધનોનો ઉપયોગ કરવો (જેવાકે હેલ્મેટ, ગોગલ્સ, હેન્ડ ગ્લોવ્ઝ વગેરે) અને બીજા સાથી કામદારોને પણ સુરક્ષા સાધનો પહેરવા માટે જાગૃત કરવા. સુરક્ષા એ એક અઠવાડિયા પુરતી નથી પણ આખી જિંદગીની છે.
આ પ્રસંગે જય કેમિકલ કંપની ના માલિક પ્રકાશ ભદ્રાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં બોઈલરનું ફાટવું, ગેસ લીકેજ, ઉંચાઈ પર કામ કરતા અકસ્માત, કેમિકલ એક્ષ્પોઝર અને રોડ એક્સીડેન્ટએ અકસ્માતના મૂળભૂત કારણો છે. નવી સુરક્ષા ટેકનોલોજી, સાધનો અને ટ્રેનીંગથી ઘણા બધા કિસ્સાઓમાં એક્સીડેન્ટ નિવારી શકાય છે, આ સાથે જય કેમિકલ ની ટીમ દ્વારા સલામતી માટેની કટિબદ્ધતા પ્રતિજ્ઞા દ્વારા લેવામાં આવી, આ કાર્યક્રમમાં સેફટી ઓફિસર- અભિષેક માલવિયા, પ્રોડક્શન ઓફિસર- ઉમેશ પોલ, એચ આર ઓફિસર- સંજય યાદવ, ગોરી, હંસરાજભાઈ ખાનીયા વગેરેએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.