જૂનાગઢના ઓઈલ મિલર સાથે દમણના વેપારીઓ દ્વારા પ૩ લાખની છેતરપિડી
જુનાગઢ, જુનાગઢના એક ઓઈલ મીલરને દમણનાં વેપારીઓએ જુના પડોશીની ઓળખાણથી વિશ્વાસ કેળવી રૂ.૪૧.રપ લાખનો તેલનો જથ્થો મેળવી તથા વિદેશથી માલ મગાવી દેવાની લાલચ આપી એડવાન્સ પેટે રૂ.૧ર લાખ મળી કુલ રૂ.પ૩ લાખ રપ હજારની છેતરપિડી કર્યાની જુનાગઢ તાલુકા પોલીસમાં બે ભાઈ સહીત ત્રણ સામે ફરીયાદ નોધાવી હતી.
આ અંગેની વિગત પ્રમાણે અહીના રાયજીનગરમાં રહેતા શંકરલાલ મોહનલાલ મેઘાણીની સાબલપુરમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાં શુભમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ આવે છે. ત્યાં મે ર૦ર૩માં દમણમાં તાજ એન્ટરપ્રાઈઝ તથા ડાંગરા જનરલ ટ્ર્ેડીગના સંચાલક મહમદ ઈકરાફ કરીમભાઈ ડાંગરા મળવા આવ્યા હતા અને પોતાનો તેલનો મોટો વેપાર હોવાનું જણાવી જુના પડોશીની ઓળખાણ કાઢી વિશ્વાસ કેળવ્યો હતો. આ શખ્સે પોતે વિદેશથી માલનું ઈમ્પોર્ટ કરવાનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું.
બાદમાં મુનાફ કરીમભાઈએ ટેલીફોન ઉપર શંકરલાલ સાથે વાત કરી પોતાની સાથે વેપાર કરશો તો મોટો નફો અપાવવાની લાલચ આપી સાથે મોટું માર્કેટ કરી આપવાની ખાતરી આપતા શંકરલાલ મેઘાણી વિશ્વાસમાં ફસાયા હતા અને રૂ.૪૧.રપ લાખના તેલનો જથ્થો ખરીધો હતો.
ત્યારબાદ વિદેશથી માલ મગાવી દેવાના બહાને એડવાન્સ પેટે રૂ.૧ર લાખ મેળવી, માલ રવાના કરેલ તેવા બહાના હેઠળ માલ મોકલ્યા વગરના બનાવટી બિલ બનાવી તેના ફોટા તથા ટેન્કરના ફોટા મેહમુદરાજા મોહમંદા ઈકરાફ ડાંગરાએ જુનાગઢના ઓઈલલ મીલને વોટસએપમાં મોકલ્યા હતા અને શંકરલાલ મેઘાણીની વિશ્વાસમાં રાખી આજ સુધી માલ ન મોકલી તથા તેલ ખરીદીની રૂ.૪૧,રપ,૭૬ તેમજ એડવાન્સ મેળવેલ રૂ.૧ર લાખ મળી કુલ રૂ.પ૩,રપ,૧૭૬ ઓળવી વિશ્વાસઘાત તથા છેતરપિડી કર્યાયની ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.