53,000 કરોડના ટર્નઓવર સુધી અમૂલ પહોંચી એમાં મહિલાઓનો મોટો ફાળો: અમિત શાહ

જ્યારે સંખ્યા એકઠી થાય ત્યારે શું થઈ શકે એ અમૂલે કરી બતાવ્યુંઃ શાહ
આણંદ, અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. સરદાર પટેલ જન્મજ્યતીના અવસરે કેવડિયામાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે અમૂલ ડેરીના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
અમૂલ ડેરીએ પોતાના ૭૫ વર્ષ પુરા કર્યા છે. જેના પગલેની ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના દૂધ ઉત્પાદકોનો આભાર માન્યો હતો. આ પ્રંસગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર હતા. Union Minister Amit Shah launched the “Dairy Sahakar” scheme Scheme launched at Anand, Gujarat during the 75th foundation year celebrations of Amul
Addressing the 75th foundation year celebrations of @Amul_Coop in Anand, Gujarat. https://t.co/S0yIt7k1DF
— Amit Shah (@AmitShah) October 31, 2021
અમિત શાહે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ૨૦૦ લિટર દૂધ એકત્ર કરવાની શરુઆતથી લઈને ત્રણ મિલિયન દૂધ સુધી અમુલને પહોંચાડનારા નાનામાં નાની ગરીબ મહિલાથી લઇને મોટા પશુપાલકોનો આભાર માન્યો હતો. અમે નાના છીએ પરંતુ સંખ્યા મોટી છે. અને જ્યારે સંખ્યા એકઠી થાય ત્યારે શું થઈ શકે એ આજે અમૂલે કરી બતાવ્યું છે.
કેન્દ્રીય સહકાર મંત્રીના હસ્તે પશુપાલક મહિલાઓનું, દૂધ મંડળીના પશુપાલક સભાસદો તથા ૧ લાખ લીટર થી વધુ દૂધ જમા કરાવનાર પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું એવા લોકોમાંથી છું જેનું બેંક એકાઉન્ટ ફક્ત સહકારી બેન્કમાં જ છે. મારા માટે સૌભાગ્ય અને આનંદની વાત છે કે મને સહકાર મંત્રી બનાવ્યો.
સહકારથી સમૃદ્ધિના સંકલ્પ સાથે આ મંત્રાલય કામ કરશે. આત્મ ર્નિભર ભારત અને ૫ ટ્રીલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સહકાર વિભાગ કામ કરશે. મહિલા સશક્તિકરણ માટે કોઈ એક સંસ્થાએ સૌથી વધુ કામ કર્યું હોય તો એ અમુલ છે. ૯૦% માહિલાઓને હમણાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
૫૩ હજાર કરોડના ટર્નઓવર સુધી અમૂલ પહોંચી એમાં આ મહિલાઓનો મોટો ફાળો રહ્યો છે. ખેતીને આત્મ ર્નિભર બનાવવાનો સમય આવી ગયો છે. સહકાર ના માધ્યમથી ખેતી અને ખેડૂતોને અલગ રીતે જાેવા પડશે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પણ તેમની પાસે માર્કેટ નથી, યોગ્ય પ્લેટફોર્મ નથી. આપણી કોઈ સહકારી સંસ્થા આ કરી શકે તો તેનો લાભ ખેડૂતોને મળી શકે. મેં મારા મતક્ષેત્રમાં કેટલાક ખેડૂતો પાસે આ પ્રયોગ કરાવ્યો અને એના પરિણામ જાેવા મળી રહ્યા છે.