‘માર્કાે’ હિન્દીની કમાણીમાં ૧૧મા દિવસે ૫૪૦૦ ટકાનો વધારો
મુંબઈ, પ્રભાસ, યશ અને અલ્લુ અર્જુન પછી ઉન્ની મુકુંદન નવો પૅન ઇન્ડિયા સ્ટાર બનવા જઈ રહ્યો છે. તેની તાજેતરમાં આવેલી મલયાલમ ફિલ્મ ‘માર્કાે’એ ૧૧ દિવસમાં ૩૭.૩ની કમાણી કરી છે, તેમાંથી હિન્દી ડબ્ડ વર્ઝનને ૨.૫૩ કરોડની આવક થઈ છે. આ ફિલ્મે ૧૧મા દિવસે ૩૦ ડિસેબરે, બીજા સોમવારે બોક્સ ઓફિસ પર ૧.૬ કરોડની કમાણી કરી હતી.
જે તેના આગળના દિવસ એટલે કે રવિવાર કરતાં ૪૮ ટકા ઓછી હતી, રવિવારે ફિલ્મે ૩.૧ કરોડની કમાણી કરી હતી.આ બધાં આકડાઓમાં મહત્વની વાત એ છે કે હિન્દી ફિલ્મે પહેલા દિવસ કરતાં ૫૪૦૦ ટકા વધુ કમાણી કરી છે.
માર્કાેના હિન્દી વર્ઝનને પહેલાં દિવસે ૦.૦૧ કરોડની કમાણી થઈ હતી. આ નબળી શરૂઆત પછી લોકોએ એટલો સારો પ્રતિસાદ આપ્યો કે સામે ‘પુષ્પા ૨’ જેવી સાઉથની મજબૂત ફિલ્મ ચાલતી હોવા છતાં આ ફિલ્મે છેક ૧૧મા દિવસે ૦.૫૫ કરોડની કમાણી કરી હતી.
આ ફિલ્મ ૩૦ કરોડના બજેટમાં બની હતી અને અત્યાર સુધીમાં ૩૭.૩૩ કરોડનો વકરો કરી ચૂકી છે, જેમાં ૨૪.૩૩ ટકાનો નફો થયો છે અને જો તેની વર્લ્ડ વાઇડ કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મે ગ્લોબલી ૭૨ કરોડની કમાણી કરી છે.
આ સાથે ‘માર્કાે’એ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ટેન મલિયાલમ ફિલ્મોની યાદીમમાં સ્થાન બનાવી લીધું છે. આ ફિલ્મ ‘સુક્શ્મદર્શિની’ને પાછળ રાખીને ૯મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.SS1MS