Western Times News

Gujarati News

સિંધુ અને ટિકરી બોર્ડર પર આવેલા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસ્ટેટને ખેડૂત આંદોલનને કારણે રોજનું 55 કરોડનું નુકશાન

નવી દિલ્‍હી, ખેડૂતોના આંદોલન શરૂ થયાને એક અઠવાડીયું થઈ ગયું છે. લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવાની અને ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવાની માંગને લઈ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર હજુ પણ પોલીસ અને ખેડૂતો વચ્‍ચે ઘર્ષણ જોવા મળી રહી છે.

માંગને લઈ ખેડૂત સંગઠનો અને કેન્‍દ્રીય સરકારના મંત્રીઓ વચ્‍ચે અત્‍યાર સુધીમાં ચાર તબક્કામાં બેઠક યોજાઈ ચુકી છે. અડધી રાત સુધી ચાલેલી બેઠકમાં કેન્‍દ્ર સરકારે ખેડૂતોને કઠોળ સહિત કુલ પાંચ પાક પર પાંચ વર્ષ માટે કાયદેસર એમએસપી આપવા તૈયાર છે.

૧૩મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ખેડૂત આંદોલનના કારણે સાત દિવસમાં દેશના અર્થતંત્રને મોટું નુકસાન થયું છે. ભારતમાં વેપારીઓનું સૌથી મોટું સંગઠન કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સએ જણાવ્‍યું છે કે, દિલ્‍હીની સરહદો સીલ થવાના કારણે વેપારીઓ દ્વારા દેશની ઈકોનોમીને ત્રણ દિવસમાં ૩૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે.

આ ઉપરાંત સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ બોર્ડર અને ટિકરી બોર્ડર પર આવેલા કુંડલી ઈન્‍ડસ્‍ટ્રીયલ અને બહાદુરગઢ ઈન્‍ડસ્‍ટ્રિયલને દૈનિક ૫૫ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. 55 crore daily loss to industrial estates on the Indus and Tikri border due to farmers’ agitation

એટલે કે દેશની ઈકોનોમીને સાત દિવસમાં કુલ એક હજાર કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્‍યો છે. આ અગાઉ ૧૩ મહિના સુધી ચાલેલા આંદોલનના કારણે દેશના ૩૫૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું અને ૧૫૦ ફેક્‍ટરીઓને તાળા લાગી ગયા હતા, જેના કારણે હજારો લોકોએ નોકરી ખોવાનો વારો આવ્‍યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.