ધંધામાં ભાગીદારી આપવાના બહાને દંપત્તિ પાસેથી પડાવ્યા ૫૫ લાખ રૂપિયા
આણંદ, આણંદ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય કેયુર શાહનું વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, આણંદ ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય કેયુર શાહ વિરુદ્ધ એક દંપત્તિએ લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે અગાઉ વડોદરાના વિજય પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે કેયુર શાહે નોકરી આપવાના બહાને તેની સાથે ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
બોરસદના દંપત્તિએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે કેયુર શાહે તેમની સાથે ૫૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેયુર શાહે પેટ્રોલપંપ અને અન્ય ધંધામાં ભાગીદારી આપવાના બહાને ૫૫ લાખ રૂપિયા પડાવ્યા હતા. જાેકે આ અગાઉ કેયુર શાહ વિરુદ્ધ વડોદરાના વિજય પટેલ સાથે નોકરી આપવાના બહાને ૨૫ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ હતી.
સમગ્ર મામલે બોરસદમાં ફરિયાદ નોંધાતા પોલીસે કેયૂર શાહની ધરપકડ કરી હતી. આણંદના ઉમરેઠમાં છેડતી મુદ્દે પીએસઆઇએ ખોટા લોકો સામે ફરિયાદ કરી હોવાનો ગામના લોકોએ આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે આણંદના ઉમરેઠમાં બે દિવસ અગાઉ હિંદુ યુવતીઓની વિધર્મીઓએ કરેલી છેડતીથી વિવાદ વકર્યો હતો. ઉમરેઠ ગામના લોકોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઉમરેઠમાં બે દિવસ અગાઉ કેટલાક વિધર્મીઓએ હિંદુ યુવતીઓની છેડતી કરી હતી.
જે બાદ મૂળેશ્વર મંદિર પાસે બે જૂથો સામ સામે આવી ગયા હતા. જાે કે સ્થિતિ બેકાબૂ બને એ પહેલા પોલીસ પહોંચી અને ટોળાને વિખેર્યું હતું. આ કેસમાં પોલીસે આઠ વિધર્મી યુવકોની ધરપકડ કરી હતી. સાથે સાથે પોલીસે હિંદુ યુવકોની પણ ધરપકડ કરતા હિંદુ સમાજના યુવાનોમાં આક્રોશ ફેલાયો હતો.
ઉશ્કેરાયેલા લોકોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને પીએસઆઈ અલ્પેશ રબારીએ ખોટી ફરિયાદ કર્યાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં હિંદુ સમાજના લોકો મામલતદારને આવેદન પાઠવશે.SS1MS