Western Times News

Gujarati News

સ્કુલ બેગ લઈ જઈ રહેલા યુવક પાસે ચોરી કરેલા 56 મોબાઇલ મળ્યા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ મહાનિરિક્ષક પ્રેમ વીર સિંગ અમદાવાદ વિભાગ. અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ ખેડા જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને કે.આર.વેકરીયા પોલીસ ઈન્સપેક્ટર  ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ

સ્ટાફના એ.એસઆઇ ચંન્દ્રકાન્ત, ગીરીશભાઇ, જીતેન્દ્રકુમાર શૈલેશકુમાર, પ્રદિપસિંહ , પંકજકુમાર વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડીયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મંજીપુરા રોડ જવાહરનગર વિસ્તારમાં હતા તે દરમ્યાન પો.કો જીતેન્દ્રકમાર ગોરધનભાઇ બ.નં ૧૦૭૪ નાઓને મળેલ બાતમી આધારે દેવાભાઇ ઉર્ફે દેવો સ/ઓ રમેશભાઇ મકરાણી નટ મારવાડી

ઉ.વ.૨૦ રહે, શાસ્ત્રીનગર, જવાહરનગર સિંધી સ્કુલ પાછળ તા.નડીયાદ જી.ખેડા હોવાનું જણાવેલ સદર ઇસમ પાસેની સ્કુલ બેગ સાથે રોકી સાથેના પંચો રૂબરૂ તપાસ કરતા સ્કુલ બેગમાથી અલગ-અલગ કંપનીના ૫૬ મોબાઇલ મળી આવેલ હતા. આ મળેલ તમામ મોબાઇલોની માલીકી / બીલ બાબતે પુછપરછ કરતા પુરાવો રજુ કરેલ નહી અને ખોટી હકિકત જણાવતો હોય સદર ઇસમ પાસેથી મળી આવેલ મોબાઇલ ચોરી

અથવા છળ-કપટથી મેળવેલાનો શક વહેમ જતા કુલ-૫૬ મોબાઇલો અંદાજીત કુલ કિ.રૂા.૧૩,૩૨,૦૦૦/- ગણી લઇ તમામ મોબાઇલ સી.આર.પી.સી ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મળી આવેલ તમામ મોબાઇલના અસલ માલીકની ઓળખ કરી આગળની ધટીત કાર્યવાહી કરવા એલ.સી.બી. /ટેકનીકલ સેલની મદદથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે. આમ એલ.સી.બી. દ્વારા મોટી રકમના મોંધા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવેલ છે.

અને આ મોબાઇલ તપાસ દરમ્યાન હાલ સુધી સરકારશ્રી સીટીઝન ફસ્ટ પોર્ટલ પર કુલ ૦૮ જેટલી ફરીયાદ અને પોર્ટલ પર હાલ સુધી તપાસમાં ૦૫ જેટલી ફરીયાદ નોંધાયેલાની હકિકત મેળવવામાં આવેલ છે. અને આગળની વધુ તપાસ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન કરી રહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.