Western Times News

Gujarati News

લાઈવ વેબકાસ્ટીંગથી 5610 મતદાન મથકો પર ચાંપતી નજર

જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલ સહિતના અધિકારીશ્રીઓના માર્ગદર્શનમાં વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમથી અમદાવાદ જિલ્લામાં મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ

અમદાવાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય  ચૂંટણી અંતર્ગત આજે મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. ત્યારે કલેકટર ડો. ધવલ પટેલના માર્ગદર્શનમાં કાર્યરત વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ ખાતે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આજે સવારે મોકપોલ પક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે.

અહીંના ૫૬૧૦ પોલીગ સ્ટેશનનું અહીંથી લાઈવ વેબકાસ્ટીગ થઈ રહ્યું છે. તેમજ ઇવીએમ વગેરે સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાઈ રહ્યો છે. અહીંથી જેવી કોઈ ખામી કે ફરિયાદ ધ્યાને આવે તો તુરંત સેકટર ઓફિસર, આરઓશ્રીને જાણ કરીને તેનો નિકાલ કરાય છે.

આશ્રમ રોડ સ્થિર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી, જનરલ ઓબ્ઝવર્સશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ વેબકાસ્ટીગ કંટ્રોલ રૂમ ખાતે વહેલી સવારથી જ મોનિટરીગ કરી રહ્યા છે અને જિલ્લામાં ચૂંટણી સંબંધી તમામ બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ-કાર્યવાહી કરાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.