57 દેશોએ મોદી સરકાર આવ્યા પછી ભારતીયો માટે પોતાના દરવાજા ખુલ્લા મૂક્યાઃ વિઝા-ઓન-અરાઈવલ ઓફર

વિશ્વસ્તર પર જોઈએ તો એમ કહી શકાય કે પ૭ દેશોમાં ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યો છે અને તે ભારતની વર્તમાન નેતાગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્થિર અને મજબૂત સરકારને આભારી છે. કેમ કે એમાંથી મોટાભાગના દેશોએ ર૦૧૪ પછી ભારતીયો માટે પોતાના દરવાજા ખુલ્લા મૂક્યા છે. વિઝા માટે કોઈ અરજી-નહીં… સીધી જ એન્ટ્રી…
ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યો એમ ભારતની ઈકોનોમી પણ મજબૂત બની છે. પોતાના મતવિસ્તાર કાશીમાં આયોજિત એક કાર્યક્રમમાં મોદીએ ગેરંટી સાથે કહ્યું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત ટોપ થ્રી ઈકોનોમીમાં હશે. હાલમાં ભારત ટોપ પાંચમાં પાંચમા સ્થાને છે અને ર૦ર૪માં ત્રીજીવાર મોદી વડાપ્રધાન થતાં જ ભારતની ઈકોનોમી ત્રીજા નંબરે પહોંચી જશે અને તે પછી પ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી પણ દુર નહીં જ હોય
તાજેતરમાં ઘણા દેશોએ ભારતમાંથી મુસાફરી કરતા લોકો માટે વિઝાની જરૂરિયાત નાબૂદ કરી છે. જો તમે ફરવાના શોખીન છો અને તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે, તો હવે તમે સરળતાથી વિદેશ પ્રવાસ કરી શકો છો. હવે તમે વિઝા મેળવવાના તણાવ વિના ઘણા દેશોની મુલાકાત લઈ શકો છો. તાજેતરમાં ઈરાને ભારતીયો માટે વિઝા મુકત મુસાફરીની જાહેરાત કરી છે. તે સાથે ભારતીયો માત્ર પાસપોર્ટના આધારે જે તે દેશોમાં વગર વિઝાએ મુલાકાત લઈ શકે એવા દેશોની સંખ્યા ૩૩ પર પહોંચી છે. જયારે ર૪ એવા દેશો છે, જે ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-ઓન-અરાઈવલ ઓફર કરે છે.
આ બાબતને રાજકીય રીતે જ નહીં પણ વિશ્વસ્તર પર જોઈએ તો એમ કહી શકાય કે પ૭ દેશોમાં ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યો છે અને તે ભારતની વર્તમાન નેતાગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્થિર અને મજબૂત સરકારને આભારી છે. કેમ કે એમાંથી મોટાભાગના દેશોએ ર૦૧૪ પછી ભારતીયો માટે પોતાના દરવાજા ખુલ્લા મુકયા છે. વિઝા માટે કોઈ અરજી-વરજી નહીં. પાસપોર્ટ લઈને જાઓ અને આ ૩૩ પ્લસ દેશોમાં વગર વિઝાએ પ્રવેશ કર, હરો ફરો અને પરત ફરો. ઈરાનનો નિર્ણય પણ હમણાંનો જ છે.
કયા દેશના પાસપોર્ટના આધારે કેટલા દેશોમાં વગર વિઝાએ પ્રવેશ મળે છે તેની વ્યાપક ચર્ચા સમયાંતરે થતી રહે છે. અને તેના આધારે મૂલ્યાંકન થાય છે કે જે તે દેશ કેટલુ મજબૂત અને સ્થીર છે. કેમ કે જો દેશમાં સરકાર જ સ્થિર ના હોય અને કોંગો જેવા દેશોમાં છાશવારે સરકારો પલટાતી હોય ત્યારે એ દેશના પાસપોર્ટનું મુલ્ય શું ? અને તેથી જ વડાપ્રધાન મોદી ભારતના મતદારો પાસેથી મજબૂત અને સ્થીર સરકાર માટે મતદાન કરવા કહેતા હોય છે.
છેલ્લાં ૧૦ વર્ષથી ભારતમાં મોદીની સરકાર સ્થિર અને મજબૂત હોવાથી તેઓ મોટા મોટા નિર્ણયો હિંમતપૂર્વક લઈ શકયા અને વૈશ્વિક સ્તરે પણ રાજકીય રીતે નોંધ લેવાઈ કે ભારતમાં સરકાર સ્થિર છે, મજબૂત છે તેથી સમૃÂધ્ધ છે અને ત્યાંના પ્રવાસીઓ માટે વિઝા મુકત પોલીસી અમલમાં મૂકવામાં આવી છે.
અગાઉ થાઈલેન્ડે પણ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝાની જરૂરિયાત નાબુદ કરી દીધી હતી. ભારતીયો ૧૦મે, ર૦ર૪ સુધી ૩૦ દિવસની મુદત માટે થાઈલેન્ડમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. અમે તમને એવા દેશો વિશે જણાવી રહ્યા છીએ જયાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નથી.
શ્રીલંકાએ ૩૧ માર્ચ ર૦ર૪ સુધી ભારતીયો માટે વિઝાની જરૂરિયાત પણ નાબૂદ કરી દીધી છે અને ભારતમાંથી મુસાફરી કરનારા લોકો ૩૦ દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. મલેશિયાએ પણ ભારતીયો માટે ૩૦ દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલની જાહેરાત કરી છે. આ સિવાય વિશ્વના કોઈપણ દેશમાંથી કેન્યા જતા પ્રવાસીઓએ વિઝાની મંજૂરી લેવાની રહેશે નહી.
થાઈલેન્ડ, મલેશિયા, ઈરાન, કેન્યા અને શ્રીલંકા સિવાય એવા ક્યા દેશો છે જયાં જવા માટે ભારતીયોને વિઝાની જરૂર નથી અને ભારતીયો માટે વિઝા ફ્રી પ્રવેશ ઓફર કરતા દેશોની સંપૂર્ણ યાદીમાં જોઈએ તો, થાઈલેન્ડ, મલેશિયા, કેન્યા, ઈરાન, શ્રીલંકા, ભુતાન, કઝાકિસ્તાન, હોંગકોંગ, કૂક ટાપુઓ, ફીજી, નેપાળ, મોરેશિયસ, સેનેગલ, ટયુનિશિયા માઈક્રોનેશિયા, નિયુ, વનુઆતુ, ઓમાન, કતાર, બાર્બાડોસ, બ્રિટિસ વર્જિન ટાપુઓ, ડોમિનિકા ગ્રેનાડા, હૈતી, જમૈકા, મોન્ટસેરાત, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગો, અલ સાલ્વાડોર, મકાઉ, ગેબોન, મેડાગાસ્કર અને રવાન્ડાનો સમાવેશ થાય છે.
આ સિવાય ર૪ એવા દેશો છે, જે ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા- ઓન-અરાઈવલ
ઓફર કરે છે. જેમાં ઈન્ડોનેશિયા, માલદીવ, તાન્ઝાનિયા, માર્શલ આઈલેન્ડ, જોર્ડન, કંબોડિયા, મ્યાનમાર અને અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે.
ભારતનો પાસપોર્ટ મજબૂત બન્યો એમ ભારતની ઈકોનોમી પણ મજબુત બની છે. પોતાના મતવિસ્તાર કાશીમાં આયોજિત એક કાર્યક્રમમાં મોદીએ ગેરંટી સાથે કહ્યું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત ટોપ થ્રી ઈકોનોમીમાં હશે. હાલમાં ભારત ટોપ પાંચમાં પાંચમા સ્થાને છે
અને ર૦ર૪માં ત્રીજીવાર મોદી વડાપ્રધાન થતાં જ ભારતની ઈકોનોમી ત્રીજા નંબરે પહોંચી જશે અને તે પછી પ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી પણ દૂર નહીં જ હોય. તેથી એમ કહી શકાય કે ભારતનું પાસપોર્ટ હોય કે ઈકોનોમી તમામ રીતે ભારતને વિશ્વ આખામાં મજબૂત કરવામાં વડાપ્રધાન મોદીએ પાછા વળીને જોયું નથી અને જે કહ્યું તે કરી બતાવ્યું એમ પણ કહી શકાય તેમ છે.
દરમિયાનમાં પ ઓગસ્ટ ર૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા પછી પ્રધાનમંત્રીએ રાજયમાં થયેલા ફેરફારો અને આતંકવાદી ઘટનાઓમાં થયેલા ઘટાડાને એક મોટી ઘટના ગણાવી છે. પીએમ નરેન્દ્ર મોદી કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ કલમને રદ કરવા માટે મંજૂરીની મહોર મારી દીધી છે. એક મિડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું હતું કે હવે બ્રહ્માંડની કોઈ તાકાત તેને પાછી લાવી શકશે નહી. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બ્રેન્ચે કહ્યું હતું કે રાજયમાં યુદ્ધની સ્થિતિને કારણે વચગાળાની વ્યવસ્થા હેઠળ કલમ ૩૭૦ લાગુ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આત્મચિંતન કરવાની સલાહ આપી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનુચ્છેદ ૩૭૦ (૩) હેઠળ ઓગસ્ટ ર૦૧૯માં આદેશ જારી કરવાની રાષ્ટ્રપતિની શક્તિનો ઉપયોગ કરવામાં કોઈ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રીતે અમે રાષ્ટ્રપતિની શક્તિનો ઉપયોગ માન્ય રાખીએ છીએ. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય ઘણા મુદ્દાઓ પરખુલીને વાત કરી હતી. તાજેતરની ચૂંટણીથી માંડીને ભાજપના સંગઠન સુધી તેમણે પોતાની વાત રાખી હતી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીઓ માટે પ્રમાણમાં નવા અને અજાણ્યા નેતાઓની પસંદગી વિશે પૂછવામાં આવતા મોદીએ કહ્યું કે આ નેતાઓ પાસે ઘણો અનુભવે છે અને તેમણે સખત મહેનત કરી છે.
ભાજપની પસંદગી પર સવાલ ઉઠાવનારાઓ પર કટાક્ષ કરતા તેમણે ભાજપની પસંદગી પર સવાલો ઉઠાવનારાઓને આડે હાથ લેતા કહ્યું કે દેશનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે જે લોકો પોતાની વાણી, પોતાની બુદ્ધિ અને પોતાના વ્યક્તિત્વથી સામાજિક જીવનમાં પ્રભાવ ઉભો કરે છે, તેમનો એક મોટો વર્ગ એક ધિસી-પીટી બંધ માનસિકતામાં જકડાયેલો છે.
તેમણે કહ્યું કે તે માત્ર રાજકીય ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. આ વૃત્તિ આપણને જીવનના દરેક ક્ષેત્રમાં પરેશાન કરે છે. જો કોઈપણ ક્ષેત્રમાં નાનુ મોટુ થાય, કોઈ પોતાનું બ્રાન્ડિંગ કરે તો બાકીના લોકોની નોંધ લેવાતી નથી, પછી ભલે તે ગમે તેટલા પ્રતિભાશાળી કેમ ન હોય, તેઓ કેટલું સારું કેમ ના કરે. આવું જ રાજકારણના ક્ષેત્રમાં પણ થાય છે.
તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે મીડિયાનું ધ્યાન ઘણા દાયકાઓથી થોડાક જ પરિવારો પર સૌથી વધારે કેન્દ્રિત રહ્યું છે અને આ કારણે નવા લોકોની પ્રતિભા અને ઉપયોગિતાની ચર્ચા કરવામાં આવતી નથી. આને કારણે તમને કેટલીક વાર કેટલાક લોકો નવા લાગે છે પરંતુ હકીકત એ છે કે તેઓ નવા નથી. તેમની પોતાની એક લાંબી તપસ્યા હોય છે, અનુભવ હોય છે.