Amritpal જે કારમાંથી ભાગ્યા તેમાંથી 57 કારતૂસ,વોકી-ટોકી સેટ જપ્ત
ચંડીગઢ, અલગતાવાદી નેતા અને ‘Waris Punjab De na Chief Amritpal Singhને પકડવા માટે પંજાબમાં ત્રીજા દિવસે પણ પોલીસ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે.
અમૃતપાલ સિંહને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન પંજાબ પોલીસે રવિવારે જલંધરના શાહકોટના સાલેમા ગામમાંથી એક કાળા રંગની જીેંફ કાર મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ SUV કારનો ઉપયોગ અમૃતપાલે મહતપુર-માલસિયા રોડ પરથી ભાગી જવા માટે કર્યો હતો.
પોલીસે આ કારમાંથી એક ઘાતક હથિયાર, 57 કારતૂસ અને વોકી-ટોકી સેટ જપ્ત કર્યા. અહેવાલ મુજબ, આ સિવાય એસયુવી કારમાં જરનૈલ સિંહ ભિંડરાનવાલેનો ફોટો, એક રાઈફલ, વોકી ટોકી, 57 કારતુસ, એક તલવાર અને એક રજીસ્ટ્રેશન નંબર પ્લેટ હતી.
પોલીસે જણાવ્યું કે અમૃતપાલ સિંહ હથિયારધારી માણસો સાથે ફરે છે. તેમના કેટલાક સમર્થકો તેમને “ભીંડરાવાલે ૨.૦” તરીકે ઓળખે છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ ૩ કાર કબજે કરી છે.
અમૃતપાલ સિંહ કથિત રીતે તેની કાર છોડીને મોટરસાઇકલ પર ભાગી ગયો હતો. તેણે કહ્યું કે પોલીસને વાળવા માટે, અમૃતપાલ એક મોટરસાઇકલમાં ઘુસી ગયો અને ચકમો આપીને ભાગી ગયો હતો. પોલીસે કહ્યું, “અમને અમૃતપાલ સિંહને પકડવાનો આદેશ આપવામાં આવ્યો છે. પીછો કરતી વખતે, તે અમારી આગળ એક લેન સાથે લિંક રોડ પર જઈ રહ્યો હતો.HS1MS