Western Times News

Gujarati News

58 ટકા ભારતીયો માને છે કે, પર્યાપ્ત ઊંઘના અભાવને કારણે તેમની કાર્યશક્તિમાં ઘટાડો થાય છે ~

પ્રતિકાત્મક

ગોદરેજ ઇન્ટેરિયોએ વર્લ્ડ સ્લીપ ડે અગાઉ મેટ્રેસ્સ કેટેગરીમાં આગામી 5 વર્ષમાં 20 ટકા સીએજીઆર પર વૃદ્ધિ કરવાની યોજના જાહેર કરી

મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સએ જાહેરાત કરી હતી કે, એના વ્યવસાય તથા હોમ અને સંસ્થાગત સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ આગામી 5 વર્ષણાં એની મેટ્રેસ્સીસ કેટેગરીમાં 20 ટકા સીએજીઆરથી વૃદ્ધિ કરવાની યોજના બનાવી છે.

આ વ્યવસાયનો ઉદ્દેશ કિંમતની તમામ રેન્જમાં મેટ્રેસ્સીસનો એનો પોર્ટફોલિયો વધારીને મેટ્રેસ્સ કેટેગરીના વ્યવસાયમાં વૃદ્ધિ કરવાનો છે, તો સોફા બેડ્સ, મેટ્રેસ્સ બેડ્સ, મેટ્રેસ્સ બેઝ અને અન્ય એક્સેસરીઝ જેવી સંલગ્ન કેટેગરી વધારવાનો પણ છે, જે સ્વસ્થ મુદ્રામાં મદદરૂપ થશે.

ગોદરેજ ઇન્ટેરિયોના અભ્યાસ મુજબ, ભારત દુનિયામાં ઊંઘથી સૌથી વધુ વંચિત દેશો પૈકીનો એક છે. અભ્યાસ વધુમાં જણાવે છે કે, 93 ટકા ભારતીયો ઊંઘથી વંચિત છે અને દરરોજ રાતે 8 કલાકથી ઓછી ઊંઘ લે છે. મહામારી સાથે ઘરમાં ઓફિસ અને શાળાનું વાતાવરણ નોંધપાત્ર રીતે મિશ્ર થઈ ગયું છે

અને વિવિધ પ્રકારના ગેજેટના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. એનાથી સારી ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવામાં અવરોધ વધ્યો છે. ઉપરાંત ઘણા લોકો પોતાના બેડ પર કામ અને અભ્યાસ કરે છે, તેઓ સ્વાસ્થ્યને અન્ય ફાયદાઓની સાથે કરોડરજ્જુને ટેકો આપતી વધારે સારી મેટ્રેસ્સ બદલવા પર ધ્યાન આપતાં નથી.

ગોદરેજ ઇન્ટેરિયોએ આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોકોની ઊંઘની ગુણવત્તા સુધારવા મદદરૂપ થવાના ઇરાદા સાથે વિવિધ પ્રકારની મેટ્રેસ્સ વિકસાવી છે. આ વિવિધ મેટ્રેસ્સ શરીરના તાપમાન, વજનના વિતરણ, કરોડરજ્જુની સુસંગતતા અને શરીરના માળખા જેવા પરિબળો પર ધ્યાન આપીને ઊંઘને સુધારે છે.

ગોદરેજ ઇન્ટેરિયોની પોસ્ચર સપોર્ટ મેટ્રેસ્સીસ એ સમજણમાંથી ડિઝાઇન કરવામાં આવી છે કે સારી મેટ્રેસ્સ એના પર ઊંઘ લેનાર વ્યક્તિના વજનને ટેકો આપે છે. તેઓ તમારા શરીરને સુવિધા પ્રદાન કરે છે અને વધારે આરામદાયક ઊંઘ લેવા તમને મદદ કરવા હવાની અવરજવરની વધારાની સુવિધા આપે છે. દરેક કેટેગરીમાં ઉપયોગ થયેલી સામગ્રી વિવિધ પ્રકારના શરીરને અનુરૂપ ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.

ગોદરેજ ઇન્ટેરિયોએ સીનિયર વાઇસ પ્રેસિડન્ટ (બી2સી) સુબોધ મહેતાએ કહ્યું હતું કે, “અમારું દ્રઢપણે માનવું છે કે, ગુણવત્તાયુક્ત અને પર્યાપ્ત ઊંઘ સારાં સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે, જે જીવનની ગુણવત્તા અને વ્યક્તિના સ્વાસ્થ્યને સુધારે છે.

સંશોધનમાં ખુલાસો થયો છે કે, દિવસની સૌથી મહત્વપૂર્ણ કામગીરી છે – ઊંઘ અને એનાથી ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવા મેટ્રેસ્સ સૌથી આવશ્યક ભાગ છે અને અમે અમારી પરિવર્તનકારક પોસ્ચર સપોર્ટ મેટ્રેસ્સ શરીરની રચના દ્વારા જનરેટ થતા પ્રેશર પોઇન્ટને ન્યૂટ્રલાઇઝ કરવા અમારા સંશોધન (પ્રેશર ન્યૂટ્રલાઇઝિંગ લોજિક)માંથી વિકસાવેલા તર્ક સાથે સામગ્રીઓ ગોઠવીને બનાવી છે. સ્તર અને સેગમેન્ટ વિવિધ વજન ધરાવતા શરીરની સારસંભાળ લેવા અલગઅલગ સપોર્ટ વેલ્યુની સામગ્રી સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “તાજેતરમાં રિપોર્ટ મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં ભારતનું મેટ્રેસ્સ બજાર 11 ટકાથી વધારે સીએજીઆર પર વધ્યું છે. ભારતમાં મેટ્રેસ્સ સેગમેન્ટ અંદાજે રૂ. 12,000 કરોડથી રૂ. 13,000 કરોડનું છે, જેમાં સંગઠિત સેગમેન્ટનો હિસ્સો 40 ટકા છે. ગોદરેજ ઇન્ટેરિયોએ આગામી વર્ષમાં 8 નવી પ્રોડક્ટ પ્રસ્તુત કરવાની યોજના બનાવી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.