Western Times News

Gujarati News

58% લોકોને તેમના ઘરોમાં આગ લાગવાની દુર્ઘટનામાં સલામતીની પર્યાપ્ત સુવિધા છે કે નહીં એની ખાતરી નથી

ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે એક નવા સર્વેના તારણો જાહેર કર્યા, જે ભારતના રહેણાક અને વાણિજ્યિક સંકુલોમાં સુરક્ષા સંબંધિત આદતો પર ઉપયોગી જાણકારી આપે છે

ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સના વ્યવસાય ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે આજે એના નવા અભ્યાસના તારણો જાહેર કર્યા છે, જેના જાહેર થયું છે કે, જ્યારે 44 ટકા ઉત્તરદાતાઓ તેમના કાર્યસ્થળે ફાયર એલાર્મના કિસ્સામાં સૌથી નજીકના સેફ્ટી એક્ઝિટ સાથે પરિચિત હોવાની જાણકારી આપી છે, 58% Indian Home- Owners Are Not Confident About Fire Safe Compliance In Their Homes

ત્યારે 55 ટકાથી વધારે ઉત્તરદાતાઓ આ પ્રકારની કોઈ સુવિધાથી પરિચિત નથી એવી જાણકારી મળી છે. સર્વે મુખ્ય સાત શહેરોમાં હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 2100+ ઉત્તરદાતાઓએ પ્રતિભાવો આપ્યાં હતાં. ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ ફાયર સેફ્ટી વિશે જાગૃતિ લાવવામાં મોખરે છે અને અભિગમમાં પરિવર્તન લાવવા આતુર છે.

છેલ્લાં થોડા મહિનાઓમાં આગ લાગવાની એકથી વધારે દુર્ઘટનાઓ જોવા મળી છે, જેના પગલે સંકુલોએ આગની સલામતી માટે જાળવવાના નીતિનિયમોના પાલન પર અને આ પ્રકારની દુર્ઘટનામાં સજ્જતા પર પ્રશ્રો ઊભા થયા છે. સર્વેમાં એક રસપ્રદ બાબત એ બહાર આવી હતી કે, સર્વમાં 58 ટકા ઉત્તરદાતાઓને તેમના ઘરમાં આગની દુર્ઘટના સામે સલામતી જાળવવાની પર્યાપ્ત વ્યવસ્થા છે કે નહીં એનો વિશ્વાસ નથી, તો 41 ટકા ઉત્તરદાતાઓ અતિ આત્મવિશ્વાસ ધરાવે છે.

આ દર્શાવે છે કે, આગની દુર્ઘટનામાં સલામતી જાળવવા આચારસંહિતાની સરેરાશ ઉપભોક્તાની સમજણમાં વ્યવસ્થિત પરિવર્તન કરવું પડશે. વળી આ સર્વે આપણને ઉપયોગી જાણકારી પણ આપે છે કે, નાગરિકો અગાઉ કરતાં આ પ્રકારની દુર્ઘટનાઓને લઈને કેવી રીતે ચિંતિત છે.

ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ કહ્યું હતું કે, “હાલની બિલ્ડિંગો અને નવા નિર્માણમાં ફાયર સેફ્ટીના મહત્વ વિશે લોકો અને ઓથોરિટીઝને જાગૃત કરવા મહત્વપૂર્ણ છે. અમે છેલ્લાં એકથી બે વર્ષથી આગની દુર્ઘટનામાં સલામતી જાળવવા પર જાગૃતિ લાવવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.

આ પ્રકારના સંશોધનાત્મક અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ ઉપભોક્તાઓ વચ્ચે હાલ પણ આગની દુર્ઘટના સાથે સંબંધિત નીતિનિયમોના પાલનની સાથે ઘરની સંપૂર્ણ સલામતીને લઈને કેટલી હદે જાગૃતિનો અભાવ છે એ સમજવાનો હતો. અમારો ઉદ્દેશ હાલ રહેલા ગેપ પર ઉપયોગી જાણકારી એકત્ર કરવાનો અને ખાનગી

અને સરકારી એમ બંને ક્ષેત્રોમાં સુરક્ષાની વાત આવે ત્યારે અદ્યતન ટેકનોલોજીનો સ્વીકાર કરવાના મહત્વને દર્શાવવામાં મદદરૂપ થવાનો હતો. જ્યારે ઘર તથા હેલ્થ સીક્યોરિટી સમાધાનો અને પ્રેક્ટિસની વાત આવે છે, ત્યારે સંશોધનમાં ઉપભોક્તાઓના અભિપ્રાયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ”

ચાલુ વર્ષની શરૂઆતમાં ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે સ્પેશ્યલાઇઝ ફાયર આકારણી પ્રસ્તુત કરવા ફાયર એન્ડ સીક્યોરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે જોડાણની જાહેરાત કરી હતી, જે અંતર્ગત મુંબઈમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે.

બ્રાન્ડના અંદાજ મુજબ, દેશમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કુલ હેલ્થ એન્ડ હોમ સીક્યોરિટી માર્કેટ 15 ટકાના સીએજીઆર સાથે વધીને આશરે રૂ. 600 કરોડનું થશે, ખાસ કરીને હોમ અને હેલ્થ સીક્યોરિટી ઉત્પાદનો માટેની માગને ધ્યાનમાં રાખીને.

બિલ્ડિંગ્સ અને વાણિજ્યિક સંકુલો જેવા સ્થાનોમાં આગ લાગવાની દુર્ઘટનાઓમાં વધારો થવાથી ચિંતા વધી છે. દેશના ઘણા માળખા આગ લાગવાના જોખમને આધિન હોવાથી આગ લાગવાની દુર્ઘટના સામે જાળવવી પડતી આચારસંહિતાનું વધારે પાલન થાય એવું વાતાવરણ ઊભું કરવા સજ્જ થવું મહત્વપૂર્ણ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.