આગ ઓકતી ગરમીના કારણે અમદાવાદમાં ૫૯૦ લોકો બેભાન
અમદાવાદ, રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે અને તેમાં પણ અમદાવાદમાં ગરમીના પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચતા હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.
ખાસ કરીને ગરમીના કારણે બિમારીના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગરમીના કારણે બેભાન થઈ જવાની ઘટનાઓ વધી છે. માત્ર ૧૩ દિવસમાં જ અમદાવાદમાં ગરમીના કારણે અંદાજે ૫૯૦ લોકો બેભાન થઈ જવાની ઘટના ૧૦૮ ઈમરજન્સીમાં નોંધાઈ છે.
જાેકે, ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં પણ જબદસ્ત ઉછાળો આવ્યો છે. માત્ર ૨ અઠવાડિયામાં આખા રાજ્યમાં ૯૫૦૦થી વધુ ઈમરજન્સીના કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું છે. જે પ્રકારે ગરમીનો પારો ઉંચે જઈ રહ્યો છે અને હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપી રહ્યું છે, ત્યારે ડોકટર્સ પણ કારણ વગર લોકોને ગરમીમાં બહાર નહીં નીકળવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સીના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
જેના કારણે ઈમરજન્સી ઘટનાઓમાં મદદ મેળવવા ૧૦૮ ઈમરજન્સી કોલ સેન્ટરના ફોન સતત રણકી ઉઠ્યા છે. માત્ર બે અઠવાડિયામાં ઈમરજન્સીના ૯૫૫૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં ગરમીના કેસ પર નજર કરીએ તો, પેટમાં દુખાવો ૩૩૮૯ કેસ સામે આવ્યા છે.
૧થી ૭ તારીખમાં રોજના ૨૫૧ હતા, જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૨૭૨ થતાં ૮.૨૪ ટકાનો વધારો થયો છે. વોમીટીંગ અને ડાયેરિયાના ૨૦૦૩ કેસ નોંધાયા છે. ૧થી ૭ તારીખમાં રોજના ૧૪૪ હતા, જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૧૬૬ થતાં ૧૪.૯૩ ટકાનો વધારો થયો છે. હીટ સ્ટ્રોકના ૩૦ કેસ સામે આવ્યા છે.
૧થી ૭ તારીખમાં રોજના ૧ હતા, જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૪ થતાં ૨૨૮.૫૭ ટકાનો વધારો થયો છે. હાઈ ફીવર કેસ ૧૫૭૮ નોંધાયા છે. ૧થી ૭ તારીખમાં રોજના ૧૦૮ હતા, જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૧૩૭ થતાં ૨૬.૨૧ ટકાનો વધારો જાેવા મળ્યો છે. બેભાન થઈ જવાના ૨૩૮૬ કેસ જાેવા મળ્યા છે.
૧થી ૭ તારીખમાં રોજના ૧૭૦ હતા જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૨૦૦ થતાં ૧૪.૨૦ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં નોંધાયેલા ગરમીના કેસો પર નજર કરીએ તો, પેટમાં દુખાવો ૯૩૮ કેસ નોંધાયા છે. ૧થી ૭ તારીખમાં રોજના ૬૭ હતા જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૭૯ થતાં ૧૮.૧૭ ટકાનો વધારો થયો છે. વોમીટીંગ અને ડાયેરીયાના ૪૪૯ કેસ નોંધાયા છે. ૧થી ૭ તારીખમાં રોજના ૩૦ હતા જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૪૦ થતાં ૩૨.૭૮ ટકાનો વધારો થયો છે.
હીટ સ્ટ્રોકના ૬ કેસ સામે આવ્યાા છે. ૧થી ૭ તારીખમાં રોજના ૦ હતા જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૬ થતાં ૪૮૩.૩૩ ટકાનો વધારો થયો છે. હાઈ ફિવર ૩૦૦ કેસ જાેવા મળ્યા છે. ૧થી ૭ તારીખમાં રોજના ૨૦ હતા જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૨૭ થતાં ૩૫.૧૩ ટકાનો વધારો જાેવા મળે છે.
બેભાન થઈ જવાની ઘટના ૫૯૦ કેસ નોંધાયા છે. ૧થી ૭ તારીખમાં રોજના ૪૪ હતા જે ૮થી ૧૩ તારીખ વચ્ચે ૪૮ થતાં ૯.૦૨ ટકાનો વધારો થયો છે. મહત્વનું છે કે, ગરમી અને હીટસ્ટ્રોકથી બચવા ડોક્ટર્સ પણ ગરમીમાં બહાર નીકળવું ટાળવું, કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો સમય ઉભા રહેવું, લીંબુ શરબત, છાશ, પાણી સહિત અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ ડોક્ટર્સ આપી રહ્યાં છે.SS1MS