ડિજિટલ ફ્રોડ-સાઈબર ક્રાઈમમાં વપરાતાં ૫૯૦૦૦ વોટ્સએપ એકાઉન્ટ,૬.૭૦ લાખ સીમ કાર્ડ બ્લાક કરાયા
નવી દિલ્હી, દેશમાં ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર સાયબર ગુનેગારો સામે આકરાં પગલાં લઈ રહી છે. સરકારે કહ્યું કે, ગૃહમંત્રાલયના એકમ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (૧૪સી)એ દેશના નાગરિકો સાથે ડિજિટલ છેતરપિંડીમાં વપરાયેલા ૫૯૦૦૦થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ અને ૧૭૦૦થી વધુ સ્કાયપે આઈડી બ્લોક કરી દીધા છે.
ગૃહ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી બંદી સંજયકુમારે જણાવ્યું હતું કે, ગૃહમંત્રાલયના એકમ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન (૧૪સી)એ વર્ષ ૨૦૨૧માં સિટિઝન ફાઈનાન્સિયલ સાયબર ળોડ રિપો‹ટગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી હતી, જે સાયબર છેતરપિંડી કરનારાઓ દ્વારા નાણાંની ઊચાપતને રોકવા માટે નાણાકીય છેતરપિંડીના તાત્કાલિક રિપો‹ટગની સુવિધા પૂરી પાડે છે.
આ સિસ્ટમની મદદથી ૯.૯૪ લાખથી વધુ ફરિયાદોમાં અંદાજે રૂ. ૩૪૩૧ કરોડથી વધુના ભંડોળની ઊચાપત અટકાવી શકાઈ છે.કુમારે કહ્યું કે, દેશમાં ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં પોલીસ દ્વારા રિપોર્ટ કરાયેલા ૬.૬૯ લાખથી વધુ સીમ કાડ્ર્સ અને ૧.૩૨ લાખ આઈએમઈઆઈ સરકારે બ્લોક કર્યા છે.
ડિજિટલ છેતરપિંડી સહિતના સાયબર ગૂનાઓ રોકવા માટે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે એવી સિસ્ટમ વિકસાવી છે, જે મોબાઈલ વપરાશકારોને થતા બનાવટી આંતરરાષ્ટ્રીય કોલ્સને ઓળખી કાઢે છે. દેશના નાગરિકોને સાયબર ગૂનાનો શિકાર બનાવવા માટે વિદેશમાંથી આવતા કોલ્સ જાણે ભારતમાંથી આવતા હોય તેવું દર્શાવાતું હોય છે.
સાયબર ગુનેગારો દ્વારા નકલી ડિજિટલ ધરપકડ, ફેડએક્સ કૌભાંડો માટે આ પ્રકારના બનાવટી કોલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.તેમણે ઉમેર્યું કે, નકલી આંતરરાષ્ટ્રીય કોલ્સને બ્લોક કરવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશો અપાયા છે.
વધારામાં ૧૪સીમાં અત્યાધુનિક સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટરની પણ સ્થાપના કરાઈ છે, જ્યાં મોટી બેન્કો, નાણાકીય સંસ્થાઓ, પેમેન્ટ એગ્રેગેટર્સ, ટીએસપી, આઈટી ઈન્ટરમીડિયરીસ અને રાજ્ય તથા કેન્દ્રની કાયદાકીય એજન્સીઓના પ્રતિનિધિઓ સાયબર ગુનામાં તાત્કાલિક કાર્યવાહી અને અવરોધ રહિત સહકારની ખાતરી કરે છે.
૧૪સી દ્વારા બેન્કો અને નાણાકીય સંસ્થાઓના સહયોગથી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સાયબર ગૂનેગારોને ઓળખી કાઢવા માટે શંકાસ્પદ રજિસ્ટ્રી લોન્ચ કરાઈ છે.SS1MS