5G આવવાથી આરોગ્ય ક્ષેત્રે છેવાડાના ગામડામાં તત્કાલ સેવા આપી શકાશેઃ અશ્વિની વૈષ્ણવ
નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત કરી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે
મોદી@20 અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન વિશે કેન્દ્રીય મંત્રીશ્રીએ છણાવટ કરી-શ્રી અશ્વિની વૈષ્ણવે રેલવે, બી એસ એન એલ, તથા ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ભારતે કરેલા વિકાસની જાણકારી આપી
ખેડા જિલ્લામાં નડિયાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે, કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનું ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના વીસી ડોક્ટર હર્ષદભાઈ દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર અંકુરભાઈ દેસાઈએ સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે આગામી ભારત સરકારનું અને ખાસ કરીને નરેન્દ્ર ભાઈ મોદીના વિઝન અંતર્ગત ડોક્યુમેન્ટરી ફિલ્મ સાથે વાર્તાલાપ કર્યો હતો અને પ્રશ્નોત્તરી પણ કરી હતી.
શ્રી અશ્વિની વૈષ્ણવે મોદી@20 પુસ્તક અંગે છણાવટ કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પર આમ પ્રજાને અતૂટ વિશ્વાસ છે અને તેમના નેતૃત્વ ઉપર પણ ભરોસો છે. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓ
અને મહિલા પ્રોફેસરોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી તેમને વર્લ્ડ ક્લાસ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સાથે ફેસિલિટી સાથેના બનનાર રેલવે સ્ટેશનો, વંદે ભારત ટ્રેન અંગેની વાત કરી હતી. તેમને જણાવ્યું કે 2019માં વંદે ભારત બે ટ્રેન મૂકવામાં આવી. તેમાં તકલીફો હોય એને દૂર કરી ભારતના જ એન્જિનિયરો ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમાં રહેલી ખામીઓ દૂર કરી અને હવે વધુ બે થી ત્રણ ટ્રેનો મૂકવામાં આવી છે. જે દેશના ખૂણે ખૂણાને જોડશે. હાલમાં બેંગ્લોર ચેન્નઈ સહિત અન્ય જગ્યાઓ પર ટ્રેન દોડે છે.
કોમ્યુનિકેશન ક્ષેત્રે BSNLને અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે એક લાખ ૬૪ હજાર કરોડના પેકેજ ની વાત સાથે વર્લ્ડ ની બેસ્ટ ટેકનોલોજી સાથે આગળ લાવી રહ્યા હોવાનું તેમજ 5G ટેકનોલોજીથી આરોગ્ય લક્ષી સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવી છેવાડાના ગામડામાં થયેલ આરોગ્ય સમસ્યા માટે 5G નેટવર્કથી કોમ્યુનિકેશન કરી શકાશે, હાલની ટેકનોલોજીનો વધુ ઉપયોગ આરોગ્ય ક્ષેત્રે થઈ રહ્યો છે. અને દેશમાં ટેકનોલોજીના માધ્યમથી નવા ડેવલોપમેન્ટના કામ પણ થઈ રહ્યા છે
કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના 18 જેટલા રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસ બનાવાઈ રહ્યા છે. જેમાં ચાર સ્ટેશને કામ ચાલુ પણ થઈ ગયું છે. બીજા સ્ટેશનો માટે ટેન્ડરિંગનું કામ ચાલુ છે.
ટેકનોલોજી ક્ષેત્રની શ્રી અશ્વિની વૈષ્ણવે વાત કરતા જણાવ્યું કે હવે ટેકનોલોજી ભારતમાં જ ઊભી થશે, આ ટેકનોલોજીની મદદથી ડિઝાઇન પણ તૈયાર થશે, અને આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારતને રેલવે ક્ષેત્ર, કોમ્યુનિકેશન ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્ર, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે નવા જ સંશોધનો ભારતમાંથી તૈયાર થશે અને ભારતના જ એન્જિનિયરો આપશે.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી તેમજ એન ડી દેસાઈ હોસ્પિટલનો સ્ટાફ, પ્રોફેસરો તમામ વિભાગના ડીન તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.