Western Times News

Gujarati News

5G સર્વિસ માટે મેગા સ્પેક્ટ્રમ ઓક્શન માટે કેબિનેટની લીલીઝંડી

૨૦ વર્ષના સમયગાળા માટે ૭૨ ગીગાહર્ટ્‌ઝથી વધુ સ્પેક્ટ્રમની હરાજી જુલાઈના અંતમાં થશે, હરાજીથી સરકારને ૪.૫ લાખ કરોડની કમાણીની ધારણા

નવી દિલ્હી, હવે ભારતમાં ટૂંક સમયમાં ૫ય્ સર્વિસ શરૂ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૫જી સર્વિસ માટે મેગા સ્પેક્ટ્રમ ઓક્શન માટે લીલીઝંડી આપી દીધી છે. સરકાર દ્વારા ૨૦ વર્ષના સમયગાળા માટે ૭૨ ગીગાહર્ટ્‌ઝથી વધુ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે અને જુલાઈ ૨૦૨૨ના અંતમાં સ્પેક્ટ્રમ હરાજી કરવામાં આવશે. રિઝર્વ પ્રાઈસ પર ૫ય્ સ્પેક્ટ્રમ હરાજીથી સરકારને ૪.૫ લાખ કરોડ રૂપિયાની કમાણી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્પેક્ટ્રમ હરાજીની આ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષાવાળી કેબિનેટે સ્પેક્ટ્રમની હરાજી માટે આગળ વધવા મંજૂરી આપી દીધી છે. જુલાઇ ૨૦૨૨ના અંત સુધીમાં યોજાનારી હરાજી માટે કુલ ૭૨૦૯૭.૮૫ એમએચઝેડ સ્પેક્ટ્રમ મૂકવામાં આવશે અને તેનો સમયગાળો ૨૦ વર્ષનો રહેશે. આ હરાજીમાં વિવિધ નીચા (૬૦૦ એમએચઝેડ, ૭૦૦ એમએચઝેડ, ૮૦૦ એમએચઝેડ, ૯૦૦ એમએચઝેડ, ૧૮૦૦ એમએચઝેડ, ૨૧૦૦ એમએચઝેડ, ૨૩૦૦ એમએચઝેડ), મધ્ય (૩૩૦૦ એમએચઝેડ) અને ઉચ્ચ (૨૬ જીએચઝેડ) આવર્તન બેન્ડની હરાજી કરવામાં આવશે. જાહેર અને ખાનગી સાહસોને ૫ય્ સેવાઓ પ્રદાન કરવા માટે સફળ બિડર્સને સ્પેક્ટ્રમ સોંપવામાં આવશે.

ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા મિડ અને હાઈ બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ સ્પીડ અને ક્ષમતા પ્રદાન કરવામાં સક્ષમ ૫ય્ ટેક્નોલોજી-આધારિત સેવાઓને રોલ-આઉટ કરવા માટે કરવામાં આવશે, જે વર્તમાન 4G સેવાઓ દ્વારા શક્ય છે તેના કરતા લગભગ ૧૦ ગણી વધારે હશે. સપ્ટેમ્બર, ૨૦૨૧માં જાહેર કરાયેલા ટેલિકોમ સેક્ટર રિફોર્મ્સ દ્વારા સ્પેક્ટ્રમની હરાજીનો લાભ મળશે.

આ ઉપરાંત સરકાર દ્વારા કરવામાં આવેલાં આ સુધારાઓમાં આગામી હરાજીમાં હસ્તગત કરાયેલા સ્પેક્ટ્રમ પર શૂન્ય સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ (એસયુસી)નો સમાવેશ થાય છે, જે ટેલિકોમ નેટવર્ક્‌સ સેવા પ્રદાતાઓને ઓપરેટિંગ ખર્ચના સંદર્ભમાં રાહત પૂરી પાડશે. તેમજ એક વાર્ષિક ઈન્સ્ટોલેશનની સમકક્ષ નાણાકીય બેંક ગેરંટી સબમિટ કરવાની આવશ્યકતા પણ સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે.

આ ઉપરાંત સરકાર દ્વારા પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળના મંત્રીમંડળે બિઝનેસ કરવામાં સરળતા માટે આગામી સ્પેક્ટ્રમની હરાજી દ્વારા બિડર્સ દ્વારા હસ્તગત કરવાના સ્પેક્ટ્રમના સંદર્ભમાં અનેક મોટી રાહતો આપી છે. પ્રથમ વખત સફળ બિડર દ્વારા અપફ્રન્ટ ચૂકવણી કરવાની કોઈ ફરજિયાત આવશ્યકતા નથી. સ્પેક્ટ્રમ માટે ચૂકવણી ૨૦ સમાન વાર્ષિક હપ્તાઓમાં કરી શકાશે, જે દરેક વર્ષની શરૂઆતમાં અગાઉથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ૧૦ વર્ષ પછી સ્પેક્ટ્રમ સમર્પણ કરવાનો વિકલ્પ આપવામાં આવશે, જેમાં બેલેન્સ હપ્તાઓના સંદર્ભમાં કોઈ ભવિષ્યની જવાબદારીઓ નથી.

આ ઉપરાંત કેબિનેટ દ્વારા બેકહોલની માગને પહોંચી વળવા ટેલિકોમ સેવા પ્રદાતાઓને ઈ-બેન્ડમાં દરેક ૨૫૦ મેગાહર્ટઝના ૨ કેરિયર્સને કામચલાઉ રીતે ફાળવવાનો ર્નિણય લીધો છે. કેબિનેટે ૧૩, ૧૫, ૧૮ અને ૨૧ ગીગાહર્ટ્‌ઝ બેન્ડના હાલના ફ્રિક્વન્સી બેન્ડમાં પરંપરાગત માઈક્રોવેવ બેકહોલ કેરિયર્સની સંખ્યા બમણી કરવાનો ર્નિણય લીધો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.