5પૈસાએ ફ્રી ઇન્વેસ્ટિંગ એજ્યુકેશન એપ લોંચ કરી
ભારતની એકમાત્ર લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકર 5paisa.comએ સ્ટોક માર્કેટમાં નવા રોકાણકારો માટે ફ્રી ઇન્વેસ્ટિંગ એજ્યુકેશન એપ – 5પૈસા સ્કૂલ લોંચ કરી છે, જેથી નવા રોકાણકારોને સલામત રીતે રોકાણ કરવા અને સંપત્તિનું સફળતાપૂર્વક સર્જન કરવા વિશે સમજણ વિકસાવવામાં મદદ મળશે. 5પૈસા સ્કૂલ એપ માઇક્રો-લર્નિંગ એટલે કે સ્ટોક માર્કેટ વિશે બારીક સમજણ વિકસાવે છે અને યુવાન રોકાણકારોની અપેક્ષાઓ સંતોષવા ઘણા વન-મિનિટ મોડ્યુલ્સ ધરાવે છે.
5paisa.com ભારતની સૌથી વધુ વાજબી અને સૌથી વધુ ઝડપથી વિકસતી ડિસ્કાઉન્ટ બ્રોકર છે. કંપની 7 લાખ એક્ટિવ યુઝર્સ ધરાવે છે તથા એના પ્લેટફોર્મ પર ઝીરો બ્રોકરેજ પર રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમો અને લોન જેવી અન્ય સેવાઓ પૂરી પાડે છે.
5paisa.comના સીઇઓ પ્રકર્ષ ગગદાનીએ કહ્યું હતું કે, “અમે જોયું છે કે, ઇક્વિટીમાં પર્યાપ્ત જાણકારી અને માર્ગદર્શન વિના ઘણા મિલેનિયલ્સ અને નવા રોકાણકારો નાણાં ગુમાવે છે. 5પૈસા સ્કૂલ ફ્રી એપ છે અને કોઈ પણ વ્યક્તિ બે-સ્ટેપમાં સરળ ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરીને એનો ઉપયોગ કરી શકે છે. અમે દર મહિને ઇક્વિટીઝમાં લાખો નવા રોકાણકારોને રોકાણ કરતાં જોઈએ છીએ એટલે રોકાણકારોમાં સમજણ વિકસાવવી મહત્ત્વપૂર્ણ છે.”
અદ્યતન ટેકનોલોજી, ઇન્ટરનેટની સુલભતા તથા 5paisa.com જેવા ઉચ્ચ-ગુણવત્તાયુક્ત અને વાજબી પ્લેટફોર્મની ઉપલબ્ધતાની મદદથી છેલ્લાં થોડાં મહિનાઓમાં ઇક્વિટી માર્કેટમાં રોકાણમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે.
5પૈસા સ્કૂલ બજારનાં વિવિધ પાસાંની સમજણ પૂરાં પાડતાં વિવિધ મોડ્યુલનું કલેક્શન છે. આ મોડ્યુલ્સ રોકાણની સંપૂર્ણ સફર દ્વારા તમને માર્ગદર્શન આપવા ડિઝાઇન કરેલા છે. અભ્યાસક્રમો ઉદાહરણો અને સચિત્ર સારરૂપી સામગ્રી પ્રદાન કરશે. ઘણા મોડ્યુલ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે કે, સંપૂર્ણ મુદ્દાના સારને આવરી લેતી સામગ્રીને એક-મિનિટમાં વાંચી શકાય છે.
5પૈસા સ્કૂલ લાઇવ વેબિનાર માટે ઉદ્યોગના નિષ્ણાતો સાથે જોડાણ ધરાવે છે અને રોકાણકારોને ટ્રેડિંગની અદ્યતન ટેકનિકો શીખવામાં મદદરૂપ થવા અનુભવી લોકો દ્વારા તૈયાર થયેલી સામગ્રી પૂરી પાડે છે. સામગ્રી વીડિયો અને ટેક્સ્ચ્યુઅલ એમ બંને ફોર્મેટમાં છે, જેથી આ સંપૂર્ણ પ્રક્રિયા સરળ અને આનંદદાયક બની જાય છે. 5પૈસા સ્કૂલ કોર્સ પૂર્ણ થવા પર સર્ટિફિકેટ પણ પ્રદાન કરશે.