5paisa.comએ ડીપી ચાર્જીસ ઘટાડીને ઉદ્યોગમાં સૌથી ઓછા કર્યા
મુંબઈ, ભારતની એકમાત્ર લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકર 5paisa.comએ જણાવ્યું હતું કે, એણે ડીપી વ્યવહારના ચાર્જીસ રૂ. 25થી રૂ. 12.5 કર્યા છે. હવે જ્યારે રોકાણકારો ડિલિવરીનું વેચાણ કરશે, ત્યારે સ્ક્રીપ દીઠ રૂ. 12.5 ચુકવશે. ચાર્જીસમાં આ ઘટાડો 5પૈસાને ઉદ્યોગને સૌથી ઓછો ડીપી વ્યવહાર ચાર્જ ધરાવતી બ્રોકર કંપની બનાવે છે. ઉદ્યોગમાં મોટા ભાગના બ્રોકરના ચાર્જીસ ઊંચા છે અને કેટલાંક બ્રોકર્સ ટકાવારીમાં ચાર્જ લે છે.
5paisa.comનાં સીઇઓ પ્રકર્ષ ગગ્દાનીએ કહ્યું હતું કે, “છેલ્લાં થોડા મહિનાઓમાં બજારમાં તેજી જોવા મળી છે અને રિટેલ રોકાણકારોને ઓછી કિંમતે ખરીદી કરવાની અને વધારે કિંમતે વેચાણ કરવાની પુષ્કળ તકો મળી છે. પણ મોટા ભાગના રોકાણકારો ડિલિવરીમાં ખરીદી અને વેચાણ કરે છે તથા તેઓ દરેક સ્ક્રિપ માટે ડીપી વ્યવહારના ચાર્જની ચુકવણી કરતા હોવાથી તેમને તેમના વ્યવહાર પર મોટો હિસ્સો ચુકવવો પડે છે. એનાથી અમારા ગ્રાહકો વચ્ચે થોડો અસંતોષ હોવાથી અમે ડીપી ચાર્જ ઘટાડીને ઉદ્યોગમાં સૌથી ઓછા કરવાનો નિર્ણય લીધો હતો, જેથી અમારા રોકાણકારોને સૌથી વધુ લાભ મળે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમારા પ્લેટિનમ અને ટાઇટેનિયમ ગ્રાહકો ઝીરો ડીપી ટ્રાન્ઝેક્શન ચાર્જનો લાભ મેળવતા રહેશે. ઉદ્યોગમાં આટલા ઓછા દર કરનાર અમે પ્રથમ કંપની છીએ.”
5paisa.com ભારતની સૌથી વધુ વાજબી બ્રોકર છે અને બ્રોકરેજનો કોઈ ચાર્જ ચુકવવો પડતો નથી, પણ કોઈ પણ મૂલ્યના વ્યવહાર પર ફ્લેટ રૂ. 10 જ ચુકવવા પડે છે.
5paisa.com આશરે 5.5 લાખ ગ્રાહકોને નાણાકીય ઉત્પાદનો માટે સેવા આપતું ભારતનું એકમાત્ર વિવિધતાસભર ઓનલાઇન પ્લેટફોર્મ છે. પીઅર-ટૂ-પીઅર ધિરાણ ઉપરાંત 5paisa.com એના પ્લેટફોર્મ પર ઇક્વિટી, ડેટ, ગોલ્ડ વગેરે ઓફર કરે છે. આ ભારતમાં સૌથી વધુ વાજબી અને બીજી સૌથી મોટી ડિસ્કાઉન્ટ બ્રોકર છે તથા ટ્રેડદીઠ રૂ. 10ની ફ્લેટ ફી વસૂલે છે અને બ્રોકરેજ ચાર્જ લેતી નથી. તાજેતરમાં એણે પીઅર-ટૂ-પીઅર ધિરાણ પ્લેટફોર્મ ‘5પૈસા લોન’ શરૂ કર્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિ એકથી વધારે ધિરાણકારોને રૂ. 500થી રૂ. 50 લાખનું ધિરાણ કરી શેક છે તથા વ્યાજ પેટે વર્ષ 36 ટકાના દરે આવક કરી શકે છે.