5Paisa.com હવે ભારતમાં ટોચનાં 10 બ્રોકરમાં સામેલ
મુંબઈ : ભારતની એકમાત્ર લિસ્ટેડ ડિસ્કાઉન્ટ બ્રોકર 5Paisa.comએ આજે જણાવ્યું હતું કે, હવે એ ભારતમાં ટોચનાં 10 બ્રોકરમાં સામેલ છે. એની આ સફળતા માટે એનું વાજબી ટેકનોલોજી પ્લેટફોર્મ તથા નાનાં શહેરોમાં મોબાઇલની અભૂતપૂર્વ પહોંચ અને યુવાન રોકાણકારોની જોખમ ખેડવાની ક્ષમતા જવાબદાર કારણો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત ડેટા મુજબ, નવેમ્બરમાં 5Paisa.com 294,850 સક્રિય ક્લાયન્ટ સાથે દસમી મોટી ડિસ્કાઉન્ટેડ બ્રોકર હતી, જેનાં સક્રિય ગ્રાહકોની સંખ્યામાં એપ્રિલ, 2019થી અત્યાર સુધી 166 ટકાની વૃદ્ધિ થઈ છે, જેથી એ ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતી લિસ્ટેડ બ્રોકર બની ગઈ છે. અત્યારે સંપૂર્ણ સર્વિસ અને ડિસ્કાઉન્ટ કેટેગરીમાં સૌથી મોટી બ્રોકર ઝેરોધા છે અને ત્યારબાદ બીજી સૌથી મોટી ડિસ્કાઉન્ટ બ્રોકર 5Paisa.com છે. ટોપ ટેન રેન્જમાં ફૂલ સર્વિસ બ્રોકર્સ માટે ક્લાયન્ટમાં વૃદ્ધિ અપસાઇડ 9 ટકા છે અને ડાઉનસાઇડ 24 ટકા છે.
ત્રણ વર્ષથી કાર્યરત 5Paisa.com કોઈ બ્રોકરેજ ચાર્જ લેતી નથી અને કોઈ પણ મૂલ્યનાં ટ્રેડિંગદીઠ
રૂ. 10ની ફ્લેટ ફી વસૂલે છે, જે એને દેશમાં સૌથી વાજબી ડિસ્કાઉન્ટ બ્રોકર બનાવે છે. ઘણી ગણતરીઓ દર્શાવે છે કે, 5Paisa.com ટ્રેડિંગથી રોકાણકારોને અન્ય રેગ્યુલર પ્લેટફોર્મની સરખામણીમાં 98 ટકા બચત થઈ શકે છે.
5Paisa.comનાં સીઇઓ પ્રકર્ષ ગગદાનીએ કહ્યું હતું કે, “અમારા માટે ત્રણ મુખ્ય પરિબળો છે – નાનાં લોકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું, ફક્ત મોબાઇલ એપ્રોચ અને યુવાન રોકાણકારો. સૌપ્રથમ, અમારા 70 ટકા ક્લાયન્ટ ટિઅર 2 અને ટિઅર 3 શહેરોનાં છે, બીજું, અમારી 80 ટકા આવક અને ટ્રેડિંગ મોબાઇલ પ્લેટફોર્મ પરથી મળે છે અને ત્રીજી વાત એ છે કે, અમારા 80 ટકા ગ્રાહકો 35 વર્ષથી ઓછી વયનાં છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમારો ઉદ્દેશ ડિસેમ્બર, 2020નાં અંત સુધીમાં દેશમાં ટોચનાં બે બ્રોકર્સમાં સ્થાન
મેળવવાનો છે.” 5Paisa.comને ઓગસ્ટમાં રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. 110 કરોડનું ફંડ મળ્યા પછી આગામી થોડાં વર્ષોમાં મોટા પાયે વૃદ્ધિ કરવા આતુર છે. 5Paisa.com એક ફિન-ટેક કંપની છે, જે બ્રોકિંગ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમો વગેરે નાણાકીય ઉત્પાદનો ઓફર કરે છે.