Western Times News

Gujarati News

૬.૩ તીવ્રતાના ભૂકંપથી ઘ્રૂજી ઉઠ્‌યું ઉત્તર ભારત, નેપાળમાં ૬ લોકોના મોત

નવી દિલ્હી, ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્‌યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં એપિસેન્ટર હોવાથી અહીં ૬ના મોત લોકોના મોત થયા છે.

બુધવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં આવેલા ૬.૩ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. અહીં ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને ૬ થયો છે.નેપાળની સેનાને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.

ગઈકાલે રાત્રે ૨ વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા બાદ સવારે ફરીથી આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડના પિથોરાગઢમાં સવારે ૬.૨૭ કલાકે ફરીથી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી ૫ કિમી નીચે હતી અને તેનું કેન્દ્ર નેપાળ હતું.

આ પહેલા મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પિથોરાગઢ જિલ્લામાં રાત્રે ૧.૫૮ કલાકે ૫ સેકન્ડ માટે ધરતી ડોલી થઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫-૭ માપવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ બાદ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જણાવી દઈએ કે દિલ્હીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે ૧.૫૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

નોઈડા અને આસપાસના શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૬.૩ હતી. નેપાળમાં ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૩ હતી. આ તીવ્રતા ઘણી વધારે હતી. નેપાળમાં આવેલા ભૂકંપમાં ૬ લોકોના મોત થયા છે. નેપાળના ડોટી જિલ્લામાંથી ત્રણ લોકોના મોતના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે એક મકાન ધરાશાયી થતાં આ લોકોના મોત થયા છે.

ડોટીમાં મકાન ધરાશાયી થવાથી ૬ લોકોના મોત થયાનો અહેવાલ મળી રહ્યાં છે. ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જાેરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્‌યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૩ હતી.

પાડોશી દેશ નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર હતું. આ ભૂકંપ ગઈકાલે રાત્રે ૧ઃ૫૭ વાગ્યે આવ્યો હતો અને નેપાળમાં આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હતું. ભૂકંપના કારણે ચીનની ધરતી પણ ધ્રૂજી ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.