અંકલેશ્વરના ૪ કલાકારો તુર્કી ખાતે ભારતનો ફોક ડાન્સ રજુ કરશે
પ્રથમ વખત જ ભારતને પણ કાર્યક્રમ ભાગ લેવા આમંત્રણ મળ્યું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરના ૪ કલાકારો તુર્કી ખાતે ભારતનો ફોક ડાન્સ રજૂ કરશે.સુરત મળી કુલ ૧૬ સભ્યોની ટીમ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને રિપ્રેઝન્ટ કરશે.
છેલ્લા ૩૫ વર્ષથી યોજાઈ રહેલા ૮ દિવસીય આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટિવલ આયોજન તુર્કી ખાતે થાય છે.પ્રથમ વખત જ ભારતને પણ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે.ગુજ્જુ કલાકારો દેશના ભારતીય લોક નૃત્યોની ત્રણ કૃતિઓ રજુ કરશે. 6 artists from Ankleshwar will perform Indian folk dance in Turkey
સુરતની પ્રિયંકી પટેલ સંચાલિત ડાન્સ એકેડેમી તુર્કીમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફોક ડાંસ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે તેમાં અંકલેશ્વરના ચાર તાલીમાર્થીઓનો સમાવેશ થઈ રહ્યો છે.અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ના ઉપપ્રમુખ
અને નોટીફાઈડ ભાજપ પ્રમુખ જશુભાઈ ચૌધરીની પુત્રી રૈના ચૌધરી તેમજ જિજ્ઞેશ ડાહ્યાભાઈ પટેલ તેમના પત્ની પીનલ અને પુત્ર વેદ સહિત સુરત ના મળી ૧૬ કલાકારો આગામી દિવસોમાં તુર્કિસ્તાન ખાતે યોજાઈ રહેલા આંતર રાષ્ટ્રીય ફોક ડાંસ ફેસ્ટિવલમાં ભારતીય લોક નૃત્યો ની ત્રણ કૃતિઓ રજુ કરશે.
છેલ્લા ૩૫ વર્ષથી યોજાઈ રહેલા ૮ દિવસીય આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફોક ડાંસ ફેસ્ટિવલમાં આ તમામ ભારતમાં પ્રથમવાર પ્રતિનિધિત્વ કરશે.સુરતની જાણીતી સ્મિતા પટેલ અને પ્રિયંકી પટેલ સંચાલિત ડાંસ એકેડેમીના માધ્યમ થકી આ વૃંદ વિશ્વભર માંથી આવતા વૃંદા સમક્ષ ભારતીય લોક નૃત્યો અને સંસ્કૃતિનું આદાન પ્રદાન કરશે.
રૈના ચૌધરીએ ગર્વ સાથે પોતે ભારત દેશ વતી ભારતીય સંસ્કૃતિ ના લોક નૃત્યને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહી છે.તેની ખુશી વ્યક્ત કરી હતી અને આ ફેસ્ટિવલ માં ભારતના લોક નૃત્ય તે અંકલેશ્વર ના અન્ય ૩ કલાકારો સાથે પોતાની સુરત સ્થિત પ્રિયંકી પટેલ સંચાલિત ડાન્સ એકેડેમી ના સંચાલક સાથે તુર્કી ખાતે જઈ રહી છે.ત્યારે ભારતીય સંસ્કૃતિ ઝલક રૂપી લોક નૃત્ય કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.