દુનિયાના 6 જીવો જે જોરથી ચીસો પાડે તો માનવીના કાનનો પડદો ફાટી જાય છે.
જીવોનો અવાજ છે ભયંકર !!
ઘણા જીવો જાેરથી ચીસ પાડે તો ફાટી જશે કાનનો પડદો
સામાન્ય રીતે આપણે જે વાતચીત કરીએ છીએ તે 50 થી 60 ડેસિબલની આસપાસ હોય છે. જો કોઈ વ્યક્તિ 100 ડેસિબલનો અવાજ 10 મિનિટ પણ સાંભળે તો તે કાયમ માટે બહેરો થઈ જાય છે. 6 creatures of the world that scream loudly
નવી દિલ્હી,
સ્પર્મ વ્હેલ પ્રાણીઓમાં સૌથી મોટો અવાજ ધરાવે છે. તે મહત્તમ 230 ડેસિબલનો અવાજ ઉત્સર્જન કરી શકે છે જ્યારે બ્લુ વ્હેલ 188 ડેસિબલ્સ ઉત્પન્ન કરે છે.
ટાઈગર પિસ્ટલ ઝીંગા 200 ડેસિબલથી વધુ જોરથી અવાજ કરી શકે છે. તે બંદૂકની ગોળી કરતાં વધુ છે. ભૂમધ્ય સમુદ્રમાં જોવા મળતું આ પ્રોન સામાન્ય રીતે શાંત રહે છે.
કાકાપો પાંચમા નંબરે છે. ન્યુઝીલેન્ડમાં જાેવા મળતા પોપટની આ એક ખાસ પ્રજાતિ છે જે ઘુવડ જેવો દેખાય છે. પરંતુ તે સામાન્ય પોપટની જેમ ઉડી શકતો નથી. તે ૧૩૦ ડેસિબલ સુધી અવાજ ઉત્સર્જન કરી શકે છે.
હાઉલર વાંદરાઓ ધીમી ગતિએ ચાલતા વાંદરાઓ છે જે સામાન્ય રીતે સૌથી ઉપરની ડાળીઓ પર રહે છે. તેઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે ખૂબ જ મોટા અવાજમાં વાત કરે છે. જીવવિજ્ઞાનીઓના મતે તેમનો અવાજ ૧૨૮ ડેસિબલથી વધુ હોઈ શકે છે.
ગ્રીન ગ્રોસર ૧૩૫ ડેસિબલથી વધુ જાેરથી અવાજ પણ કરી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જાે આ અવાજ રાતની નીરવતામાં કરવામાં આવે તો તેનો અવાજ દોઢ કિલોમીટર સુધી સંભળાય છે.