Western Times News

Gujarati News

બેંકોના ફોન-મેસેજ ૬ આંકડાના નંબર પરથી જ આવશે

સાઈબર છેતરપિંડી રોકવા મહત્વની પહેલ

(એેજન્સી)મુંબઈ, દેશમાં સાઈબર છેતરપીડીમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. જે જયાર લોકોને તેમાંથી બચાવવા માટે હવે બેકોમાંથી કોલ તથા મેસેજ ૬ આંકડાના નંબર પરથી જ આવશે લોકોને છેતરપીડીથી બચાવવા માટે રીઝર્વ બેક પોતપોતાના નંબરો પરથી ગ્રાહકોને કોલ કરે છે. અથવા મેસેજ કરે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે બેંકોનાં જુદાજુદા નંબરોને કારણે સાઈબર માફીયાઓ ગેરલાભ લેવાની કોશીશ કરે છે. અને ભ્રમની સ્થિતી પેદા કરે છે. તમામ બેકોના નંબર છ આંકડાના જ રહેવાથી દુરુપયોગ પર રોક લાગશે. ગ્રાહકો બેકોના વાસ્તવીક નંબરોને દિશા નિર્દેશનાં આધારે તમામ બેકો અનુસરણ કરશે.

રીઝર્વ બેંકે તાજેતરમાં જ હોસ્પીટલ તથા શૈક્ષણીક સંસ્થાના માટે યુપીઆઈ પર લેવડદેવડની મર્યાદા વધાવીને પાંચ લાખની કરી છે. યુપીઆઈનાં વધતા ઉપયોગ વચ્ચે સાઈબર ક્રાઈમમાં વધારાનો નિયંત્રીત કરવા માટે રીઝર્વ બેક અનેકવીધ પગલા લઈ રહયું છે. સાઈબર છેતરપીડી ભોગ બનતા ગ્રાહકો માટે ૧૯૩૦ નંબરનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

સાઈબર છેતરપીડીથી બચવા માટે લોકોને સાવચેત રહેવા રીઝર્વ બેક જોર આપી જ રહી છે. બોગસ ઈમેલ-મેસેજ, કયુઆર કોડની ઠગાઈ, સોશીયલ એન્જીનીયરીગ થકી પુરસ્કાર વગેરે મારફત ઠગાઈ જેવા કિસ્સાઓને રોકવા માટે વિવિધ સલાહ આપી જ રહી છે.

ફોનનો સોફટવેર નીયમીત અપડેટ રાખવા પીન પાસવર્ડ અજાણ્યા લોકોને ન આપવા, પાસવર્ડ જટીલ રાખવા મલ્ટી ફેકટર ઓથેન્ટીકશન રાખવા કે દરેક વખતે યુપીઆઈ એપનો ઉપયોગ ન કરવા વગેરે સુચનો કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.