હરણી તળાવ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 6 લાખની સહાયની જાહેરાત
મૃતકના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી રૂ. ૪ લાખ અને કેન્દ્ર સરકાર તરફથી રૂ. બે લાખની સહાયની જાહેરાત
અમદાવાદ, વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી જવાની દુર્ઘટનામાં ૧૪ વ્યક્તિના મોત નિપજ્યા છે આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કરી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
વડાપ્રધાને કેન્દ્ર સરકાર તરફથી મૃતકના પરિવારજનોને રૂ. બે લાખ અને મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં જવાબદાર તમામની સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ મુખ્યમંત્રીએ આપી છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા ૧૪ માસૂમોના જીવ ગયા છે. જેમાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના મોત થયા છે. જ્યારે ૧૧ બાળકો અને ૨ શિક્ષકોનો રેકક્યૂ કરાયું છે. આપને જણાવી દઈએ કે, આ બોટમાં ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સહિત ૨૩ લોકો સવાર હતાં. જે દર્દ દ્વારક ઘટનાના પગલે અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે ઘટનાના તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા માટે રવાના થયા છે. તો બીજી તરફ પીએમ મોદી સંવેદનાઓ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે
હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકો માટે સહાયની જાહેરાત પણ કરી છે. તેમણે ૨ લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦, હજારની સહાયની પણ જાહેરાત કરી છે
કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય કરશે.
હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય કરશે.
તેમણે ટ્વીટ કર્યું છે કે, હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે.
હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દૂર્ઘટના પગલે દુઃખ વ્યક્ત કરતા એક્સ પર લખ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.