કોંગ્રેસના ૬ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કરતાં હિમાચલમાં કોંગ્રેસની સુખુ સરકાર મુશ્કેલીમાં!
હિમાચલ પ્રદેશમાં આજે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ૬ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કરતાં જ હિમાચલની કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. અને અપક્ષ ૩ ધારાસભ્યએ પણ ભાજપને મત આપ્યો હતો. સાંજે મતગણતરી હાથ ધરાતાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૩૪-૩૪ મત મળતાં ટોસ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંધવીનો પરાજય થતાં કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક માટેની ચૂંટણીમાં નવ ધારાસભ્યોના ક્રોસ વોટિંગની શક્યતા છે. જેમાં કોંગ્રેસના છ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે. દરમિયાન, તમામ નવ ધારાસભ્યો વિશે કોઈ સમાચાર નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ક્રોસ વોટિંગના અહેવાલો વચ્ચે હિમાચલ પ્રદેશની એકમાત્ર બેઠક માટે ૨૦૨૪ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે.
સાંજે પરિણામ જાહેર થશે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં મોટો ખેલ થવાની સંભાવના છે. ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોમાં ઈન્દ્રજીત લખનપાલ, ચૈતન્ય શર્મા, સુધીર શર્મા, રાજેન્દ્ર રાણા, દેવેન્દ્ર સિંહ ભુટ્ટો, રવિ ઠાકુર અને ત્રણ અપક્ષ ધારાસભ્યો આશિષ શર્મા, કેએલ ઠાકુર અને હોશિયાર સિંહનો સમાવેશ થાય છે. ઓછામાં ઓછા નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે. આ તમામ ૯ ધારાસભ્યો હિમાચલ વિધાનસભામાંથી ગાયબ હતા.