Western Times News

Gujarati News

આ જિલ્લાની 6 નગરપાલિકાઓએ કુલ 16.80 કરોડ વીજ કંપનીને ચૂકવ્યા નથી

ડીસા, બનાસકાંઠા જિલ્લાની તમામ પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર અને થરા નગરપાલિકાઓને વોટર વર્કસના ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા બાકી લેણાની રકમને લઈ નોટિસો ફટકારવામાં આવી છે.

જેમાં જિલ્લાની ૬ નગરપાલિકાઓમાં કુલ ૧૬.૮૦ કરોડની લેણાની રકમ બાકી હોવાથી વીજ કંપનીના અધિકારીઓએ કનેકશન કાપવાની ચીમકી ઉચ્ચારી છે. 6 municipalities of this district have not paid a total of 16.80 crores to the power company

બનાસકાંઠા જિલ્લાની તમામ પાલિકાએ વીજ બિલ ભરવામાં દેવાળું ફુંકયુ છે નગરજનો ઘર વેરા, મિલ્કત વેરા સહીત ટેકસના રૂપિયા ન ભરે તો કડક ઉઘરાણી કરી મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરતી જિલ્લાની નગરપાલિકાના સત્તાધીશો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિજ સહિતનો વેરો ઉઘરાવે છે પણ વીજ બીલ ભરવામાં ઉદાસીનતા દાખવે છે.

જેથી વિજ કંપનીની નોટીસો બાદ શહેરી વિસ્તારોમાં અંધારપટ સર્જાવાની શકયતા છે. જેથી નગરજનોમાં ચકચાર છવાઈ છે.
આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારી એસ.આર. પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નગરપાલીકા પર ર.ર૧ કરોડ લેણાંની રકમ બાકી છે.

વોટર વર્કસ ડીસા નગરપાલિકામાં ૮.ર૦ કરોડ બાકી છે, થરાદ નગરપાલિકામાં ૪૬ લાખ બાકી છે. ધાનેરા નગરપાલિકામાં ૩.૭૭ કરોડ બાકી છે. ભાભર નગરપાલિકામાં ૧૬ લાખ બાકી છે અને થરાદ નગરપાલિકામાં ર કરોડ રૂપિયા બાકી છે. તમામ નગરપાલિકાઓમાં અમારી જેતે સલગ્ન કંસેટ કચેરી દ્વારા ૭ર કલાકની નોટિસ આપી છે. ત્યાર પછી ર૪ કલાકની નોટિસ આપવામાં આવે છે. નગરજનોને હિતમાં અમે કનેકશન કાપવા માટે પહેલા નોટિસ આપી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.