Western Times News

Gujarati News

ચોટીલામાં એએસઆઈ પર ૩ મહિલા સહિત ૬ શખ્સે હુમલો કર્યો

સુરેન્દ્રનગર, ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી સહિતની ટીમ સાથે પોલીસ મથકે આવી ચાલુ ફરજ દરમ્યાન મહિલાઓ સહિત ૭ થી વધુ લોકોએ એકસંપ થઈ ફરજમાં રૃકાવટ કરી હતી તેમજ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હાથે બચકુ ભરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી તેમજ કાયદેસરની કાર્યવાહી અટકાવવા માટે અમુક શખ્સોએ જાતે જ પોલીસ સ્ટેશનની દિવાલ સાથે માથા ભટકાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યા અંગેની ફરિયાદ પોલીસ કર્મચારીએ પોલીસ મથકે નોંધાવી છે.

ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ રામભા ધનરાજભા રાજૈયા મારામારીના એક બનાવની ચોટીલા સરકારી હોસ્પીટલ ખાતેથી એમએલસી આવતા ફરિયાદી તે અંગેની કાર્યવાહી કરી રહ્યાં હતાં.

ત્યારે એમએલસી લખાવનાર દર્દી કિરિટભાઈ જયંતીભાઈ બુટીયા અને અન્ય ત્રણ શખ્સો હોસ્પિટલે આવ્યા હતા. જેમાંથી કિરિટભાઈ કેફી પીણું પીધેલી હાલતમાં હોય પીઆઈ સાથે બોલાચાલી કરી ફરજમાં રૃકાવટ ઉભી કરી હતી તેમજ રામભા સથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.