6 વર્ષનો દેશી ટાર્ઝનઃ 1000 કિમીથી વધારે દોડીને અયોધ્યા પહોંચ્યો
પોતાની અનોખી જીવનશૈલી માટે સ્થાનિક નામ ટાર્ઝન થી પ્રખ્યાત બાળક પણ દર્શનની ઈચ્છા સાથે અહીં પહોંચ્યો
અયોધ્યા, રામ લલ્લાના અભિષેક સમારોહની પ્રથમ વર્ષગાંઠ પહેલા ૬ વર્ષીય દોડવીર પંજાબથી ૧૦૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપીને અયોધ્યા પહોંચ્યો હતો. તે જ સમયે, પોતાની અનોખી જીવનશૈલી માટે સ્થાનિક નામ ટાર્ઝન થી પ્રખ્યાત બાળક પણ દર્શનની ઈચ્છા સાથે અહીં પહોંચ્યો છે.
રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, છ વર્ષનો છોકરો મોહબ્બત પંજાબના ફાઝિલકા જિલ્લાના કિલિયાંવાલી ગામમાંથી અયોધ્યા જવા માટે નીકળ્યો હતો અને તેને દોડીને અયોધ્યા પહોંચવામાં એક મહિનો અને ૨૩ દિવસનો સમય લાગ્યો હતો.
આ સમગ્ર પ્રવાસ દરમિયાન, આ યુકેજી વિદ્યાર્થીએ રામ મંદિરની મુલાકાત લેવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે ૧,૦૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું. તેમની સલામ ત યાત્રા સુનિશ્ચિત કરવા માટે તેમના માતા-પિતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના સતત સંપર્કમાં રહ્યા.
સંજય સિંહ, દેશી ‘ટાર્ઝન’ તરીકે પ્રખ્યાત, અન્ય અસાધારણ મુલાકાતી છે જે તેમની અલગ જીવનશૈલી માટે જાણીતા છે, હરિયાણાના પલવલના રહેવાસી સિંહ, અનાજને ટાળે છે અને ગાયના દૂધ પર જીવે છે.
પ્રકાશન મુજબ, તે સાબુને બદલે ગાયના છાણથી સ્નાન કરે છે અને તેની દિનચર્યાના ભાગરૂપે ગૌમૂત્રનું સેવન કરે છે. સિંહ દરરોજ સવારે અને સાંજે ૫,૦૦૦ પુશઅપ કરે છે અને તેનું ‘ગિનીસ બુક આૅફ વર્લ્ડ રેકોર્ડ’ સહીત અન્ય ૧૩ રેકોર્ડ છે. અયોધ્યામાં તેઓ બીજેપી નેતા ભૂપેન્દ્ર સિંહ બલેના ઘરે રોકાયા છે. બંને મુલાકાતીઓ ૧૧ જાન્યુઆરીએ અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવાના છે.