Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કામાં અંદાજિત ૬૦% મતદાન

સૌથી વધુ તાપી જિલ્લામાં ૭૨.૩૨ ટકા અને સૌથી ઓછું અમરેલીમાં ૫૨.૭૩ ટકા મતદાન થયું, ૨૦૧૭ વર્ષમાં પ્રથમ તબકકામાં ૬૮ ટકા થયું હતું

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર બે-ત્રણ સામાન્ય બબાલની ઘચનાઓને બાદ કરતા શાતિપૂર્ણ રીતે અંદાજે ૬૦ ટકા જેટલું મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે.

સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જાેવા મળી હતી. જાે કે ૫ વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું ૫૯ ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.

પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને વીવીપેટ મશીનો સીલ કરાયા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે. આગામી ૮ તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જાેવા મળી હતી. જાે કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. રાજકોટ જિલ્લમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજકોટ જિલ્લાની કુલ ૮ બેઠકો પર કુલ ૫૫.૯૩ ટકા મતદાન નોંધાયું છે.

તમામ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે. આગામી ૮ તારીખે પરિણામ સામે આવશે.
આજે મતદાન દરમિયાન બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલની ઘટના જાેવા મળી હતી. જાે કે એવી કોઈ ઘટના ન રહી હતી

કે જેના લીધે મતદાનમાં તેની કોઈ માઠી અસર થાય. પ્રથમ તબક્કામાં કુલ ૫૮.૯૦ ટકા મતદાન થયું કે જે ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ બહુ ઓછું છે. સૌથી વધુ તાપી જિલ્લામાં ૭૨.૩૨ ટકા અને સૌથી ઓછું અમરેલી ૫૨.૭૩ ટકા મતદાન થયું છે. ૨૦૧૭ વર્ષમાં પ્રથમ તબકકામાં ૬૮ ટકા થયું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જાેવા મળી હતી. જાે કે સવારે ૮ વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા ૫ વાગ્યે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી. જ્યાં જ્યાં મતદાન છે તેના મુખ્ય દરવાજા થયા બંધ કરી દેવામાં આવ્યા હતા અંદર લાઈનમાં ઊભા હતા એ લોકોને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.

રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજ્યમાં અમૂક જગ્યાએ મતદાન મોડે સુધી ચાલુ રહ્યું હતું, જામનગરના ૧ , નર્મદાના ૧, ભરૂચના ૪ ગામોમાં મતદાનનો બહિષ્કાર થયો છે. જેમાં નર્મદામાં જમીન પ્રશ્ને અને સામાન્ય સુવિધાના અભાવે બહિષ્કાર તથા અન્ય એક જગ્યાએ સ્ત્રી પુરૂષ મતદાન મથક અલગ ના હોવાથી બહિષ્કાર કરાયો છે.

ચૂંટણીપંચને કુલ અલગ અલગ ૧૦૪ ફરિયાદ મળી છે. ઈવીએમને લગતી ૬, બોગસ વોટિંગની ૨ ફરિયાદ (ગીર સોમનાથ અને જામનગર) , પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન બીયુ ૧૪૪, ૨૪૪ સીયુ, ૩૩૫ વીવીપેટ રીપ્લેસ કરાયા હતા.

૧૯ જિલ્લાની આ ૮૯ બેઠક પર થયું પ્રથમ તબક્કાનું મતદાન
– કચ્છ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
– સુરેન્દ્રરનગર જિલ્લો ઃ બેઠકોના નામ ઃ દસાડા (એસસી), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
– મોરબી જિલ્લો ઃ બેઠકોના નામ ઃ મોરબી, ટંકારા, વાંકાનેર
– રાજકોટ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
– જામનગર જિલ્લો ઃ બેઠકોના નામ ઃ કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજાેધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
– દેવભૂમિ દ્વારકા જિલ્લો ઃ બેઠકોના નામ ઃ ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
– પોરબંદર જિલ્લો ઃ બેઠકોના નામ ઃ કુતિયાણા, માણાવદર
– જૂનાગઢ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
– ગીર-સોમનાથ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
– અમરેલી જિલ્લો ઃ બેઠકોના નામ ઃ ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
– ભાવનગર જિલ્લો ઃ બેઠકોના નામ ઃ મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
– બોટાદ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ ગઢડા (એસસી), બોટાદ
– નર્મદા જિલ્લો ઃ બેઠકોના નામ ઃ નાંદોદ (એસટી), દેડિયાપાડા (એસટી)
– ભરૂચ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ જંબુસર, વાગરા, ઝઘડિયા (એસટી), ભરૂચ, અંકલેશ્વર
– સુરત જિલ્લો ઃ બેઠકોના નામ ઃ ઓલપાડ, માંગરોળ (એસટી), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (એસસી), મહુવા એસટી
– તાપી જિલ્લો ઃ બેઠકોના નામ ઃ વ્યારા (એસટી), નિઝર (એસટી)
– ડાંગ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ ડાંગ (એસટી)
– નવસારી જિલ્લો ઃ બેઠકોના નામઃ જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (એસટી)
– વલસાડ જિલ્લો ઃ બેઠકોના નામ ઃ ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (એસટી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.