Gujarat:૬૦ વર્ષના વડોદરાના સાંસદ રંજનબેન સાડી પહેરીને રમ્યાં કબડ્ડી
વડોદરા, વડોદરામાં ત્રિદિવાસિય સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટ પોતે પણ ખેલના મેદાનમાં ઉતર્યા હતા. તેમણે કબડ્ડીના મેદાનમાં ઉતરીને વિરોધી ટીમને ગજબની હંફાવી હતી. 60-year-old Vadodara MP Ranjanben played kabaddi wearing a saree
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રમત-ગમત પ્રત્યે અનોખો પ્રેમ છે અને તેમણે વારંવાર પોતાના બાળણના દિવસો યાદ કરીને રમત-ગમત પ્રત્યનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ સિવાય તેઓ ઓલિમ્પિક હોય કે નેશનલ-ઈન્ટરનેશનલ ગેમ્સ હોય તેમાં પણ ખેલાડીઓનો ઉત્સાહ સતત વધારતા રહ્યા છે. માત્ર જીતેલા જ નહીં પરંતુ હારનો સામનો કરનારા ખેલાડીઓનો પણ તેમણે ઉત્સાહ તૂટવા દીધો નથી.
આજ રીતે રંજનબેને પણ વડોદરામાં આયોજીત સાંસદ ખેલ સ્પર્ધામાં પોતાનો રમત-ગમત પ્રત્યેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેઓ કબડ્ડીના મેદાનમાં ઉતર્યા અને પોતાની ટીમને જીતાડવા માટે કમર કસી હતી. મેદાનમાં ૬૦ વર્ષના સાંસદની સ્ફૂર્તિ જાેઈને સ્પર્ધો તથા તેમની રમત જાેવા એકઠા થયેલા લોકોને પણ નવાઈ લાગી હતી.
કબડ્ડી…કબડ્ડી…કબડ્ડી…
સાંસદ ખેલ સ્પર્ધા 2023 #SansadKhelSpardha pic.twitter.com/5CsAKNUICI
— Ranjan Bhatt (@RanjanBhatt135) March 2, 2023
સાસંદ સાથે કબડ્ડીના મેદાનમાં સ્થાનિક નેતાઓ અને મહિલા કોર્પોરેટર્સ પણ ઉતર્યા હતા. જેમાં સાંસદ રંજનબેને જબરજસ્ત સ્ફૂર્તિ બતાવીને સૌ કોઈને વિચારતા કરી મૂક્યા હતા. સાંસદે પોતે મેદાનમાં ઉતરીને અન્ય ખેલાડીઓનો ઉત્સાહ વધારી દીધો છે.
કબડ્ડીની મેચમાં પોતાના ક્ષેત્રમાં આવેલા વિરોધી મહિલા સ્પર્ધકને એવું લાગ્યું કે તેઓ સાંસદને અડકીને એક પોઈન્ટ મેળવી લેશે, પરંતુ રંજનબેને વિરોધી ટીમના ખેલાડીને એવા બાથમાં પકડી લીધા કે તેઓ છૂટી શક્યા નહોતા. આ પછી રંજનબેન વિરોધી ટીમના ક્ષેત્રમાં ગયા હતા અને ત્યાંથી બે પોઈન્ટ લઈને પરત ફર્યા હતા.
તેમને પોતાના ક્ષેત્રમાં આમંત્રણ આપ્યા બાદ વિરોધી ટીમે ઘેરી લીધા હતા પરંતુ અહીં પણ રંજનબેનની સ્ફૂર્તિ સામે વિરોધી ટીમનો પ્લાન સફળ થયો નહોતો.
વડોદરામાં આયોજિત ત્રિદિવસિય ખેલ સ્પર્ધાના આયોજનમાં સ્પર્ધકો વચ્ચે કબડ્ડી, ખો-ખો, એથલેટિક્સ, ટેનિસ, વોલીબોલ સહિતની રમતો રમાડવામાં આવશે. આ આયોજનનો પ્રારંભ રંજનબેને મહારાષ્ટ્ર ક્રિડા મંડળ ખાતે કબડ્ડી મેચ રમીને કરાવ્યો હતો. સાંસદની સાથે મહિલા કોર્પોરેટર્સ પણ કબડ્ડી રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા.SS1MS