Western Times News

Gujarati News

અટલ ટનલમાં ફસાયેલા ૬૦૦૦ પ્રવાસીઓને બચાવી લેવાયા

FILE PHOTO

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બેવડી મુશ્કેલી

(એજન્સી)શિમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે બેવડી મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને અહીં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. આ સિઝનમાં આવતા પ્રવાસીઓની હાલ હાલત ખરાબ થઈ ગઈ છે. 6000 tourists trapped in Atal tunnel were rescued

ભારે હિમવર્ષા અને વરસાદને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંની અટલ ટનલમાં ફસાયા હોવાની ખબર પણ સામે આવી હતી. જોકે, તંત્રએ ભારે જહેમત બાદ અટલ ટનલમાં ફસાયેલા ૬૦૦૦ પ્રવાસીઓને બચાવી લીધાં છે. હાલ તેમને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યાં છે. એવી પણ વાત સૂત્રો જણાવી રહ્યાં છેકે, અટલમાં ફસાયેલાં પ્રવાસીઓ દેશના વિવિધ રાજ્યોમાંથી અહીં આવ્યાં હતાં.

જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે. હવામાનના આ બેવડા હુમલાએ મુશ્કેલી ઉભી કરી. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ૬૦ રસ્તાઓ બંધ કરવા પડ્યા. લાહૌલ અને સ્પીતિને કુલ્લુથી જોડતી અટલ ટનલ પણ હિમવર્ષાને કારણે પ્રભાવિત થઈ હતી. ટનલના દક્ષિણ પોર્ટલ પર લગભગ ૫ ઈંચ હિમવર્ષા નોંધાઈ હતી.

અહેવાલો અનુસાર, લગભગ ૬,૦૦૦ પ્રવાસીઓ અહીં ૧,૫૦૦ વાહનોમાં અટવાયા હતા. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.

હિમાચલના ઉપરના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. હિમાચલના ઘણા ભાગોમાં હિમવર્ષા અને વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હમીરપુરમાં -૧૧.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.