અકસ્માત કર્યાનું નાટક કરીને વેપારી પાસેથી 60 હજાર લુંટી લીધા
(એજન્સી)અમદાવાદ, ઈસનપુરાં અકસ્માતનું નાટક રચીને શખ્સે વેપારી પાસેથી સારવારના ખર્ચે પેટે બળજબરીથી રૂા.૬૦ હજાર લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં શખ્સે વેપારીને તમે માી એકટીવા સાથે નારોલ બ્રીજ પાસે અકસ્માત કર્યા હતા. જેમાં મને ખભાના ભાગે ઈજા થઈ છે.
કહીને સારવારનો ખર્ચ માંગ્યો હતો. આ અંગે વેપારીએ અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરીયાદ તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં રહેતા અંકીતભાઈ પટેલ રતનપોળમળાં ઝવેરીવાડમાં શ્રીગણેશ આંગડીયા પેઢીની ફેન્ચાઈઝી ધરાવી ધંધો કરે છે.
ગત ર૩ જુને બપોરના સમયે તેઓ તેમના મીત્ર જીતુભાઈ બચાણીને મળવા ઈસનપુર ગયા હતા. ત્યારે તેમના મીત્રની ઓફીસ પાસે પહોચ્યા તે સમયે એક એકટીવાચાલક તેમની પાસે આવ્યયો હતો. અને કહયું કે નારોલ બ્રીજ પાસે તમે મારી એકટીવા સાથે અકસ્માત કર્યા છે. જેમાં મને ખભાના ભાગે વાગ્યું છે.
તેમ કહેતા અંકીતભાઈએ કહયું કે મે કોઈ અકસ્માત કર્યા નથી. જે બાદ શખ્સે વેપારીને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. અને બુમાબુમ કરીને સારવારના ખર્ચે પેટે રૂા.૧.પ૦ લાખ બળજબરીપુર્વક માંગ્યા હતા. જેવી અંકીતભાઈએ ગભરાઈને રૂા.૬૦ હજાર આપી દીધા હતા.
ત્યારબાદ શખ્સ ત્યાંથી જતો રહયો હતો. આ અંગે અંકીતભાઈને અજાણ્યા શખ્સ સામે ઈસનપુર પોલીસમાં ફરીયાદ નોધાવી છે.