વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં યોજાયેલા ૨૭માં રક્તદાન કેમ્પમાં ૬૦૭ યુનિટ રક્ત એકત્ર કરાયું

(પ્રતિનિધિ) વાપી, વાપી GIDC માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપની ખાતે સ્વ. શ્રી રસિકલાલ દેવજી ગાલા, સ્વ. શ્રી માતુશ્રી ધનવંતીબેન વલ્લભજી ગોગરી તથા સ્વ. શ્રી શાંતિલાલ તેજશી શાહના સ્મણાર્થે ૨૭માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષ અને મહિલા રક્તદાતોએ ઉમળકાભેર રક્તદાન કરતા કુલ ૬૦૭ યુનિટ રક્ત એકત્ર થયું હતું. જે વલસાડની ત્રણ બ્લડબેન્કને સરખે ભાગે સુપ્રત કરી સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વાપી ઔધોગિક વસાહતમાં આવેલ જાણીતી આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ૨૫ વર્ષથી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે. જે અંતર્ગત ગુરુવારે ૨૭ માં રકતદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ વલસાડ જિલ્લાના બિમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ ૬૦૭ યુનિટ રક્તનું કર્યું. હતું.
રક્તદાન શિબિર અંગે આરતી ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના સિનિયર મેનેજર રીકેન ટંડેલે જણાવ્યું હતું કે આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે વર્ષ ૧૯૯૮થી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે નિમિત્તે આ ૨૭મો રક્તદાન કેમ્પ હતો. ૨૫ વર્ષથી થતા આ રક્તદાન કેમ્પ થકી અત્યાર સુધીમાં ૧૦ હજાર યુનિટથી વધુ રક્ત એકત્ર કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે. અને જિલ્લાની બ્લડ બેંકમાં થતી લોહીની ઘટ પુરવા મહત્તમ પ્રયાસ કર્યો છે. વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કે માર્ગ પર થતા અકસ્માતમાં ઘાયલોને તેમજ વ્હોસ્પિટલમાં બીમારી વખતે આવતા દર્દીઓને સમયસર રક્ત મળી શકે તે આ રક્તદાન કેમ્પનો ઉદ્દેશ્ય છે.
આ કેમ્પ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નિયામક ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર, વાપી ગ્રીન એનવીરો લીમીટેડના સહયોગથી દર વર્ષે આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજવામાં આવે છે. જેમાં દર વર્ષે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ઉત્સાહભેર રક્તનું દાન કરે છે. આ રક્તદાન કેમ્પમાં પુરુષોએ જ નહીં પરંતુ મહિલા કર્મચારીઓએ પણ રક્તનું દાન કર્યું હતું.
જેના થકી કુલ ૬૦૭ યુનિટ રક્ત એકત્ર થયું હતું. ઉલ્લેખનીય છે કે, આરતી ગ્રુપ હમેશા સેફટી, એન્વાયરમેન્ટ, GIDC માં અગ્રેસર રહ્યું છે. અને જ્યારે જ્યારે બ્લડ બેન્કમાં બ્લડની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે આ રીતે કેમ્પ યોજી રક્તની ઘટ નિવારવાનો મહત્તમ પ્રયાસ કરે છે. જેમાં દર વર્ષે ૬૦૦ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક સેવી તે પૂર્ણ કરે છે.
આ ઉપરાંત આરતી ગ્રુપ દ્વારા ગુજરાત, ઝારખંડ, બિહારમાં સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ આખું વર્ષ શિક્ષણ, સ્વાસ્થ્ય, સામાજિક વનીકરણ, સ્ત્રીસશક્તિકરણ ના અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. વાપી ય્ૈંડ્ઢઝ્ર માં આરતી કંપની દ્વારા ૧૧ જેટલા ગાર્ડન ને દત્તક લઈ તેની માવજતની તમામ જવાબદારી ઉપાડી પર્યાવરણ ક્ષેત્રે અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ૨૭માં રક્તદાન કેમ્પમાં આરતી ગ્રુપના સંચાલકો, સિનિયર કર્મચારીઓ ઉપરાંત વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ રક્તદાતોની સેવાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી,