કોંગ્રેસની ૬૧ મહિલા નેતાઓએ માંગી વિધાનસભાની ટિકિટ

નવી દિલ્હી, મિશન ૨૦૨૨ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. ૬૧ મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. ૪૦ મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે.
સૌથી વધુ ઇડર બેઠક પર ૫ મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર ૪ મહિલાઓની દાવેદારી. સુરતની લિંબાયત બેઠક પર ૩ મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી.
અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ. મિશન ૨૦૨૨ને લઈ આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ ૨ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ ૮ અને ૯ ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ ૨ દિવસોમાં ૫ જેટલી જનસભા સંબોધશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની જાહેરાતને પગલે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ત્રણથી ચાર તબક્કામાં ઉમેદવાર જાહેર કરશે. દિવાળી પહેલા કોંગ્રેસ એક યાદી જાહેર કરશે. પહેલી યાદીમાં ૫૦થી વધુ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થશે.
બીજી યાદી દિવાળી બાદ , અને ત્રીજી અને ચોથી યાદી ચૂંટણી જાહેરાત બાદ જાહેર થશે. ઉમેદવાર પસંદગીમાં ચાર કેટેગરી નક્કી કરાઇ . વર્તમાન ધારાસભ્ય મોટા ભાગના રિપીટ કરાશે. બેથી ચાર સિટીંગ ધારાસભ્ય બેઠક બદલે તેવી શક્યતા છે. મિશન ૨૦૨૨ માટે કોંગ્રેસની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ થઈ છે.
આજે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. સ્ક્રીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બે દિવસમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદીને આપશે આખરી ઓપ અપાશે. ૧૫ ઓક્ટોબર આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં ૫૦ જેટલા ઉમેદવારો જાહેર થઈ શકે છે. સિંગલ નામો અને બે દાવેદારોવાળી બેઠક ઉપર મંથન થયું છે. બે દિવસના અંતે ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપશે.SS1MS