ગુજરાતમાં ધોરણ-૧૨ સાયન્સનું ૬૫.૫૮ ટકા પરિણામ જાહેર
અમદાવાદ, ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. કુલ ૧૪૦ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ ૨૦૨૩માં કુલ ૨૦૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેનું ૬૫.૫૮ ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઊંચું પરીણામ આ વખતે હળવદ કેન્દ્રનું આવ્યું છે, જેની ટકાવારી ૯૦.૪૧ ટકા થાય છે.
જ્યારે સૌથી ઓછું ૨૨ ટકા લીમખેડાનું પરિણામ આવ્યું છે. આ સિવાય જાણો રિઝલ્ટ અંગેની કેટલીક મહત્વની બાબતો. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા નિયમિત ઉમેદવારોની સંખ્યા ૧,૧૦,૦૪૨ હતી જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચત્તર માધ્યમિક શાળાંત પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા ૭૨,૧૬૬ છે.
રાજ્યમાં સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર હળવદ છે જ્યાંના પરિણામની ટકાવારી ૯૦.૪૧ ટકા થાય છે જ્યારે પાછલા વર્ષે આ કેન્દ્ર લાઠી (૯૬.૧૨%) રહ્યું હતું. સૌથી નીચું પરિણામ પાછલા વર્ષે લીમખેડાનું રહ્યું હતુ જેની ટકાવારી ૩૩.૩૩% હતી જ્યારે આ વર્ષે પણ ૨૨% સાથે લીમખેડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે.
રાજ્યમાં સૌથી ઊંચું મોરબી જિલ્લાનું ૮૩.૨૨% પરિણામ આવ્યું છે, પાછલા વર્ષે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો રાજકોટ હતો જ્યાંનું પરિણામ ૮૫.૭૮% આવ્યું હતું. આ વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદનું ૨૯.૪૪% પરિણામ આવ્યું છે. પાછલા વર્ષે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું ૪૦.૧૯% આવ્યું હતું.
આ વર્ષે ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે તેમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પાછલા વર્ષની સરખામણીમાં ઘટી છે, આ વર્ષે ૨૭ સ્કૂલો એવી છે કે જેનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે જ્યારે પાછલા વર્ષે આવી શાળાઓનો આકડો ૬૪ હતો. આ વર્ષે ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે કે નબળું પરિણામ લાવનારી શાળાની સંખ્યા વધી છે.
પાછલા વર્ષે ૬૧ સ્કૂલો એવી હતી કે જેનું પરિણામ ૧૦ ટકા કરતા ઓછું આવ્યું હતું, આ વર્ષે આ સ્કૂલોનો આંકડો વઘીને ૭૬ થઈ ગયો છે. આ વર્ષે સૌથી ઊંચું પરિણામ છ ગ્રુપનું આવ્યું છે, જેની ટકાવારી ૭૨.૨૭% છે, જ્યારે મ્ ગ્રુપનું ૬૧.૭૧% અને છમ્ ગ્રુપનું ૫૮.૬૨% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.SS1MS