65 કિલોના સ્ફટીક શિવલિંગવાળી બસ મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બની
બસની અંદર ૬પ કિલોગ્રામનું શિવલિંગ -કુંભમાં દુનિયાના સૌથી ભારે સ્ફટિકના શિવલિંગવાળી બસ -૧ર જયોતિલિંગની યાત્રા કરીને પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો
(એજન્સી)પ્રયાગરાજ, એક અઠવાડીયામાં શરૂ થનારા મહાકુંભ મેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે સાધુસંતો દ્વારા બનાવવામાં આવેલા ટેન્ટ નજીક અને અનોખી વ્હાઈટ બસે આકષર્ણ જમાવ્યું છે.
રીપોર્ટ મુજબ સ્વામી સચ્ચિદાનંદ ચૈતન્યની બસ તેમના ઘર અને દુનિયાના સૌથી ભારે સ્ફટીકના શિવલીગના રૂપમાં કામ કરી રહી છે. સ્વામી સચ્ચિદાનંદના જણાવ્યા અનુસાર તેમના ગુરુ શ્રી લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મસારી દ્વારા સ્થાપીત શીવલીગ દુનિયાનું સૌથી ભારે સ્ફટીક શીવલીગ છે. સ્ફટીકના શીવલીગનું વજન ૬પ કિલોગ્રામ છે.
લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મચારી જીએ ઉજૈજન સિંહસ્થ કુંભ દરમ્યાયન ૧૯૯રમાં આ બસને તૈયાર કરાવી હતી. અને તેનું નામ શ્રી શ્રી હરસિદ્ધ રખાવ્યું હતું.
આ બસ કોઈ મંદીરથી ઓછી નથી અને અનેક સિદ્ધીઓ અપાવનારી છે. તેમના ભકતોના જણાવ્યા અનુસાર આ બસ લઈને તેમણે તમામ તીર્થ સ્થળોનું ભ્રમણ કર્યુું હતુપ લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મચારી જીએ બસની ઉપર ચોરસ તળાવ બનાવ્યું હતું. જેમાં શસ્ત્રો અને પુરાણોમાં વણીત તમામ તીર્થ સ્થળો અને સરોવરનું પવીત્ર જળ એકત્ર કરવામાં આવ્યું હતું.
તમામ ૧ર જયોતિલીગના જળનો ઉપયોગગ કરીને સ્ફટીકના શીવલીગનો અભીષેક કરવામાં આવ્યો હતો. ર૦૦૧માં તેઓ બ્રહ્મલીન થયા હતા. ત્યારબાદ તેમની શીષ્યા ગુરુ માં ડોકટર કલ્યાણી ચૈતન્ય બ્રહ્મચારીણી અમ્માજીએ પોતાનું પુરુ જીવન બસમાં વિતાવ્યું હતું. ર૦ર૩માં તેમનું નિધન થયું હતું.