ડુંગળીનાં કુલ વાવેતરનું ૬૫ ટકા વાવેતર ભાવનગરમાં
અમદાવાદ, ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરનો પ્રારંભ થઇ ગયું છે. તેમજ અનેક ખેડૂતોએ વાવેતર કરી પણ દીધું છે. ગત વર્ષેની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. માવઠાના માહોલ બાદ ગરમીની સિઝનમાં વાવેતરમાં વૃદ્ધિ થઇ છે.
ગત સપ્તાહે જિલ્લામાં કુલ વાવેતર ૫૧,૭૦૦ હેકટર હતુ. આ સપ્તાહે વધીને ૫૩,૩૦૦ હેકટર થઇ ગયું છે. રાજયમાં ઉનાળુ લાલ અને સફેદ ડુંગળીનું કુલ વાવેતર ૯,૨૦૦ હેકટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં વાવેતર ૬,૦૦૦ હેકટર થયું છે. રાજ્યમાં ડુંગળીનાં કુલ વાવેતરનું ૬૫.૨૨ ટકા વાવેતર માત્ર ભાવનગર જિલ્લામાં થયુ છે. ગરમીનો આરંભ થઇ ગયો છે, ત્યારે ૫૩,૩૦૦ હેકટર થઇ ગયું છે.
ભાવનગર જિલ્લામાં ગત વર્ષે બાજરીનું આ સમયગાળામાં વાવેતર ૬૬૦૦ હેકટર હતુ. આ વખતે વધીને ૮૪૦૦ હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર ૮૩૦૦ હેકટર થયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્વાધિક છે.
સૌરાષ્ટ્રમાં ઉનાળું મગફળીનું કુલ વાવેતર ૧૫,૬૦૦ હેકટરમાં થયું છે અને તે પૈકી ભાવનગર જિલ્લામાં અડધાથી વધુ વાવેતર થયું છે. મગફળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં ૮૩૦૦ હેક્ટરમાં થયું છે. બાજરીનું વાવેતર૮૪૦૦ હેક્ટરમાં થયું છે, લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર ૬૦૦૦ હેક્ટરમાં થયું છે.SS1MS