Western Times News

Gujarati News

66 વર્ષના પૂર્વ ક્રિકેટર અરૂણ લાલ બીજીવાર બનશે વરરાજા

મુંબઈ, ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ બીજીવાર વરરાજા બનવા જઈ રહ્યા છે. તે 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની થનારી પત્નીનું નામ બુલબુલ સાહા છે. બુલબુલની ઉંમર 38 વર્ષની છે એટલે કે તે અરૂણ લાલથી 28 વર્ષ નાની છે.

અરૂણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનને ઘણા જૂના મિત્રો છે. અરૂણ લાલે લગ્નની કંકોત્રી છપાવી અને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે. તેમના લગ્ન 2 મેના રોજ કોલકાતા ખાતે પીયરલેસ ઈન હોટલમાં રાખવામાં આવ્યા છે. લગ્નમાં મોટા રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અરૂણ લાલના પહેલા લગ્ન રીના સાથે થયા હતા. બંનેએ એકબીજાની સંમતિથી સાથે મળીને છૂટાછેડા લીધા છે. સુત્રો અનુસાર રીના ઘણા સમયથી બીમારીથી પિડાઈ રહી છે. તેણીની મરજીથી જ અરૂણ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. અરૂણ અને બુલબુલે એક મહિના અગાઉ ઈન્ગેજમેન્ટ કરી હતી અને તેઓ ઘણા સમયથી રિલેશનશિપમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.