66KWના ૫ સબસ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ભૂમિપૂજન
૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત સબસ્ટેશનથી અમદાવાદ,ભરૂચ, સાબરકાંઠાના ૪૫ ગામોના ૨૪ હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી મળશે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો અને જેને ગુજરાત સરકાર ભારતનું ગ્રોથ એન્જીન બની આગળ વધારી રહી છે.આજે ગુજરાત વીજળી, પાણી, ખેતી,ઉદ્યોગ તમામ ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે.ઝઘડિયામાં ૫ સબસ્ટેશનના લોકાર્પણ અને ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર મંચથી પ્રજા જાેગ સંબોધન કર્યું હતું.
ભરૂચના ઝઘડિયા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદ,ભરૂચ અને સાબરકાંઠા જીલ્લામાં બનેલા ૬૬ કે.વી. ક્ષમતાના ૫ વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા.
આ સબસ્ટેશન કુલ રૂપિયા ૪૧ કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે.જે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ,ભરૂચના ઝઘડીયા,વાલિયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ૪૫ ગામોના કુલ ૨૪ હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પૂરી પાડશે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો પાયો નાખ્યો. જેનો લાભ છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે. વિકાસમાં અવરોધ રૂપી આવતા રોડા તે માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે
અને આ ઉર્જા નિર્વિઘ્ને રાજ્યની તમામ પ્રજા તેમજ તમામ ક્ષેત્રોને મળી રહે તેના પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે.આપણે કેટલું આગળ વધ્યા તેના માટે પાછળ વળી ને પણ જાેવું પડે. આજથી ૨૦ વર્ષ પહેલાં ૨૦૦૨ માં રિન્યુબલ ઉર્જા ૯૯ મેગાવોટ હતી.જે આજે ૬૫૮૮ મેગાવોટ ઉત્પન્ન થઈ રહી છે.
રાજ્યનું વીજ ઉત્પાદન ૮૭૫૦ મેગાવોટ હતું જે આજે ૪૦,૧૩૮ મેગાવોટ છે.આદિવાસી વિસ્તારમાં પેહલા ૩ સબસ્ટેશન આજે ૨૭૭ છે.જ્યારે દરિયા કાંઠે ૨૫૫ સબ સ્ટેશન ઉભા કરાયા છે.આજે આદિવાસી વિસ્તસરમાં ૫૦૦ મોબાઈલ ટાવર ઉભા કરાઈ રહ્યા છે.
રાજ્ય ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કર, દેશનો પ્રત્યેક નાગરિક ૧૧૦૦ યુનિટ જ્યારે ૨૨૦૦ યુનિટ માત્ર ગુજરાતી જ એક વ્યક્તિ દીઠ વીજ વપરાશ કરે છે.વર્ષ ૨૦૨૨ માં ૭ લાખ કૃષિ જાેડાણ હતા આજે ૧૪ લાખ છે.સોલાર રૂફટોપમાં ગુજરાત દેશમાં નંબર વન છે.
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આવનાર વિધાનસભાની ચુંટણીઓમાં ઝઘડિયા વિસ્તારમાં જે વિકાસનો પાયો નખાયો છે, તે જાેતાં એમ લાગે છે કે ઝઘડિયા વિધાનસભા બેઠક પણ ભાજપા સર કરશે.
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે હું સાચી વાત કહું છું, જે લોકોને ગમતું નથી. વીજ ચોરી નહિ કરવી જાેઈએ.વર્તમાનમાં જુઠઠા લોકો નીકળ્યા છે. જે વીજળી,પાણી બધું જ મફત આપવાની વાત કરે છે.પણ ભાઈ દેશના અર્થ તંત્રને ચલાવવા કરવેરા રૂપી આવકની જરૂર હોય છે.કરવેરા નહિ ભરીએ તો દેશનું અર્થતંત્ર કઈ રીતે ચાલશે.
લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા,જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ભારતસિંહ પરમાર,જેટકો એમ.ડી ઉપેન્દ્ર પાંડે,સ્નેહલ ભાસ્કર, કલેકટર તુષાર સુમેરા,તા.પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ડીડીઓ યોગેશ ચૌધરી અને ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.